ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા 22 માર્ચના રોજ લેવામાં આવી હતી. ગુજરાતના (Gujarat) મુખ્ય સાત જિલ્લાના 786 કેન્દ્રો પર પરીક્ષા લેવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ગુજરાતમાં પ્રથમવાર GPSC પેટર્નથી હેડ ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી
રાજ્યમાં 2 લાખ 41 હજારથી વધુ ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી. સાત જિલ્લાના 786 કેન્દ્રો પર પ્રથમવાર GPSC પેટર્નથી હેડ ક્લાર્કની પરીક્ષા લેવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ત્યારે આજ રોજ બધા જ ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે.
આજ રોજ ૬ વાગ્યે રીઝલ્ટ ડિક્લેર થઇ ચુક્યું છે. તમામ ઉમેદવાર આ રીઝલ્ટ સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર જોઈ શકશે તો તરત જ જુઓ તમારું રીઝલ્ટ