ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ.માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા આગામીતા.૦૬ થી ૯ જૂલાઈ દરમ્યાન ધો-૧૦ અને ૧૨ ની પુરક પરીક્ષા લેવાનાર છે. આ પરિક્ષા દરમ્યાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે.
બોર્ડની પુરક પરીક્ષા સંદર્ભે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.આર.મોદીએ તેમને મળેલ સત્તાની રૂએ ગીર સોમનાથ જિલ્લામાં નક્કી કર્યા મુજબના પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના વિસ્તારમાંતા.૬ થી ૯ જૂલાઈ દરમ્યાન સવારે ૯ થી સાંજના ૭ કલાક સુધી પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે.
પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટરના વિસ્તારમાં કોઇ પણ માર્ગ ચોકમા; કે ગલીઓમાં પાંચ કે તેથી વધારે લોકોએ એકઠા થવુ નહીં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં, ૨૦૦ મિટરના વિસ્તારમાં કોપીંઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ/મશીન ધારકોએ તેઓનાં કોપીઇંગ મશીન ચલાવવા નહીં,કે કોઇ પણ પત્રો,દસ્તાવેઝો, કાગળોની નકલ કરવી નહીં, ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષા કેન્દ્રોનાં ભવન/બિલડીંગોનાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ પોલીસ કર્મચારીએ ઉભા કરી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશીકા (ફી રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીઓને જ પ્રવેશ આપવાનો રહેશે.પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંપાદકશ્રીઓ બિલ્ડીંગ કંડકટરશ્રી,ખંડ નિરીક્ષકો,વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવેલ છે. તે વોટરમેન, બેલમેન, કે જેઓ બોર્ડ/જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા ઓળખ પત્ર આપવામાં આવ્યા છે. તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.
પોલીસ કર્મચારીઓએ શાળાનાં મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ ફરજ બજાવવાની રહેશે. વર્ગ ખંડમાં પ્રવેશ કરવાનો રહેશે નહીં. વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો,વહીવટી કર્મચારીઓ,જાહેર જનતા કે ફરજ પરનાં તમામ પ્રકારનાં સરકારી કર્મચારીઓએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ અથવા ઈલેકટ્રોનિક્સ આઇટમ જેવી કે મોબાઇલ ફોન,પેજર, કેલ્ક્યુલેટર,વિગેરે ,પુસ્તક,કાપલી,ઝેરોક્ષ નકલો,પરીક્ષા સ્થળમાં લઇ જવા નહીં અને તેમાં મદદગારી કરવી નહીં.
પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધીત કામગીરીમાં રોકાયેલ ફરજ પરનાં અધીકૃત માણસો સિવાય કોઇએ પ્રતિબંધીત વિસ્તારમાં દાખલ થવુ નહીં,કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાન્તી અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાનભંગ થાય તેવુ કૃત્ય કરવુ/કરાવવુ નહીં.
પોતાનાં અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્યક્તિઓને તેમજ ફરજની રૂએ જે કર્મચારીને મુક્તિ આપવામાં આવી હોય તેવી વ્યક્તિઓને એકત્રીત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં. લગ્નનો વરધોડો કે અંતિમયાત્રાને આ હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહીતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.