પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું જાહેરનામુ: પતંગ-દોરા લુંટવા રાજમાર્ગો પર દોડાદોડી કરવા પર પણ પ્રતિબંધ
રાજકોટ શહેરી વિસ્તાારમાં મકરસંકાંતિ અને તેની નજીકના દિવસોમાં બાળકો તેમજ મોટેરાઓ પતંગ અને દોરા લૂંટવા જાહેર માર્ગો ઉપર દોડાદોડી કરે છે. જેના કારણે અકસ્માતો સર્જાય છે. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા હુકમ પ્રસિધ્ધ કરી તા.૦૩ થી તા.૧૬ જાન્યુઆરી ૨૦૨૦ સુધી સવારે ૬ થી ૮ અને પક્ષીઓના માળામાં પરત ફરવાના સમયે એટલે કે સાંજે ૫ થી ૭ દરમિયાન પતંગો ઉડાડવામાં સાવચેતી કે તકેદારી રાખવા અમુક કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.
કોઇપણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગો ઉડાડવા, પતંગો કે દોરા લુંટવા, હાથમાં વાંસ કે ઝાંખરા કે તેવા પ્રકારનાં કોઇ પણ સાધનો સાથે જાહેર માર્ગો ઉપર વાહન વ્યવહારને અવરોધ થાય, વીજળીના કે ટેલીફોનના તાર પર લંગર નાખવા અથવા અકસ્માત સર્જાય તેવી પ્રવૃતિ કરવા, ચાાઇનિઝ (નાયલોન) દોરાનો વપરાશ કે વેંચાણ કરવા પર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના વિસ્તારમાં મનાઇ ફરમાવેલ છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટના સમગ્ર વિસ્તારમાં સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ ટુક્કલ)ના ઉત્પાદન, વેચાણ કે ઉડાડાવા પર પ્રતિબંધ મુકયો છે. કોઇ પણ વ્યક્તિ આ સમયગાળા દરમ્યાન ચાઇનીઝ ટુક્કલનું ઉત્પાદન કે વેચાણ કરી શકશે નહીં. અને સામાન્ય પ્રજાજનો ચાઇનીઝ ટુક્કલ ઉડાડી શકશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે. પાકી નાયલોન (ચાઇનીઝ) દોરીના પતંગ ઉડાડવા માટે વેચાણ કરવા કે ઉપયોગ કરવા પર, કે તે હેતુથી સંગ્રહ કરવા પર તથા રોડ પર પતંગ ચગાવવા તથા પકડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેતા.૦૩/૦૧/૨૦૨૦થી તા.૧૬/૦૧/૨૦૨૦ સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટના સમગ્ર વિસ્તારમા લાગુ પડશે.