કુવાડવા, ગાંધીગ્રામ, આજી ડેમ અને તાલુકા પોલીસ મકના સ્ટાફે રાજકોટમાં આવતા અને બહાર જતા વાહન અટકાવી દીધા: કોરોના ગામડામાં પ્રસરતો અટકાવવા તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો ચેપ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોનાનો ત્રીજો તબ્બકો શરૂ તાં તંત્ર દ્વારા કોરોની રાજકોટમાં વધુ અસર ન થાય અને ગામડા સુધી કોરોના ન પહોચે તે માટે રાજકોટ શહેરમાંથી આવવા અને જવા પર પ્રતિબંધ ફરમાવી અચાનક જ હાઇ-વે સીલ કરી દેવામાં આવતા અનેક રાહદારી મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પોલીસે પણ કેટલાક રાહદારીઓને મદદરૂપ થયાનું સામે આવ્યું છે.
રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારના યુવકને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ વિદેશી આવેલાઓને કોરેન્ટાઇન કરી સઘન તપાસ કરવામાં આવી રહી છે તેમ છતાં વિદેશી આવનાર જેઓના સંપર્કમાં આવ્યા છે તેઓની પણ આરોગ્ય અંગેની ચકાસણી કરવામાં આવી રહી છે અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી રહ્યા છે.
કોરોના ગુજરાતમાં વધુ કેસ પોઝિટીવ આવતા શહેરી વિસ્તારમાંથી કોરોના ગામડા સુધી ન પહોચે તે માટે હાઇ-વે સીલ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયા બાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાકીદની અસરી તમામ એસીપીની બેઠળ યોજી રાજકોટમાંથી અવર જવર અટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરના એન્ટ્રી પોઇન્ટ સમાન કુવાડવા, આજી ડેમ, ગાંધીગ્રામ અને તાલુકા પોલીસ મકને હાઇ-વે લાગુ પડતા હોવાથી ચારેય પોલીસ મકના સ્ટાફને સતર્ક કરી હાઇ-વે બંધ કરવાની કામગીરી બપોરી જ શરૂ કરી દીધી છે. તાલુકા પોલીસ મકનો સ્ટાફ કાલાવડ તરફી આવતા જતા તમામ વાહન અટકાવી દીધા છે. તેમજ જરૂર જણાય તેઓને મદદરૂપ થઇ તેના નિશ્ર્ચિત સ્થળ સુધી પહોચતા કરવા પીસીઆરનો ઉપયોગ કર્યો હતો. જ્યારે કુવાડવા તરફી રાજકોટના આવતા અને જતા વાહન કુવાડવા પોલીસ મકના સ્ટાફે બંધ કરાવી કોરોનાને ગામડા સુધી પહોચતો રોકડવા પ્રયાસ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ અને આજી ડેમ પોલીસે ભાવનગર અને ગોંડલ તરફના વાહન વ્યવહાર અટકાવી હાઇ-વે અચાનક સીલ કરી દેતા કેટલાયે વાહન ચાલકો ફસાયા હતા. વાહન ચાલકોની આવશ્યકતાને ધ્યાને લઇ જવા દેવામાં આવતા હતા તે આવતી કાલી વધુ કડક રીતે ચેકીંગ કરી સંપૂર્ણ રીતે રાજકોટમાં આવતા અને જતા વાહનો રોકી દેવામાં આવનાર છે.