દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં આ ટાપુઓમાં (૧) ધાની ઉર્ફે ડની ટાપુ, (૨) ગાંધીયોકડો ટાપુ, (૩) કાલુભાર ટાપુ, (૪) રોઝી ટાપુ, (૫) પાનેરો ટાપુ, (૬) ગડુ (ગારૂ) ટાપુ, (૭) સાનબેલી (શિયાળી) ટાપુ, (૮) ખીમરોઘાટ ટાપુ, (૯) આશાબાપીર ટાપુ (૧૦) ભૈદર ટાપુ (૧૧) ચાંક ટાપુ (૧૨) ધબધબો (દબદબો) ટાપુ (૧૩) દીવડી ટાપુ (૧૪) સામીયાણી ટાપુ (૧૫) નોરૂ ટાપુ (૧૬) માન મરૂડી ટાપુ (૧૭) લેફા મરૂડી ટાપુ (૧૮) લંધા મરૂડી ટાપુ (૧૯) કોઠાનું જંગલ ટાપુ (ર૦) ખારા મીઠા ચુષ્ણા ટાપુ (ર૧) કુડચલી ટાપુ (ક્રમ ૧ થી ૫ મહેસુલી હકુમત ખંભાળીયા, ૬ થી ૮ મહેસુલી હકુમત કલ્યાણપુર, ૯ થી ૨૧ મહેસુલી હકુમત દ્વારકા) પૂર્વ મંજુરી વગર જવું નહીં.
આ જાહેરનામું તા.૨૮/૦૭/૨૦૧૯ થી તા.૨૫/૦૯/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચ એકદમ શાંત રળીયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બીચ એ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે.
જેથી દેવભૂમિ દ્વારકાના જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી નરેન્દ્રકુમાર મીનાએ તેમને મળેલ સત્તાની રૂએ શિવરાજપુર બિચ પર ૩ કિલોમિટરની ત્રિજયામાં પ્લાસ્ટીકના ઉપયોગ/વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા તેમજ કેમપેઇન કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલું છે. આ જાહેરનામું તા.૦૧-૦૮-૨૦૧૯ થી ૨૯-૦૯-૨૦૧૯ સુધી અમલમાં રહેશે. જાહેનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.