ચાઇનીઝ તુકક્લના કારણે આગ લાગવાની ઘટના અટકાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયુ
શહેરમાં દિવાળીની ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ચાઇનીઝ ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના બનતી હોવાથી આગની ઘટના અટકાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે ચાઇનીઝ ફટાકડાનું વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડયું છે.ચાઇનીઝ તુક્કલ અને લેન્ટર્ન જેવા ફટાકડાના કારણે આગ લાગવાની અને દાઝી જવાની ઘટના વધુ બનતી હોવાથી ગૃહ વિભાગ દ્વારા આ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો હોવાથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે જાહેરનામુ બહાર પાડી ચાઇનીઝ ફટાકડાનું વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ યાદીમાં જણાવ્યું છે.