ઈન્ટરનેટના માધ્યમથી રમાતી ગેમના કારણે આત્મહત્યાની બનતી ઘટનાઓ અટકાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું જાહેરનામુ
સોશ્યલ મીડિયા ઈન્ટરનેટના માધ્યમથી બ્લુ વ્હેલ ગેમ, બ્લુ વ્હેલ ચેલેન્જ (ડેકન કોનિકલ) મોમો ગેમ, કીકી ગેમ, મેરી પોપિન્સ ગેમના કારણે યુવાનોને આત્મહત્યા માટે દુષપ્રેરીત કરવામાં આવતું હોવાથી યુવાનોને આત્મહત્યા કરવા અટકાવવા આવી ગેમ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિધ્ધ કર્યું છે.
ઈન્ટરનેટના માધ્યમથી રમાતી આવી ગેમના કારણે યુવાનોનું માઈન્ડ વોશ કરી આપઘાત કરવા પ્રેરીત કરતી હોવાથી આવી ગેમ રમનાર અને રમાડનાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે જયારે કીકી ગેમ એટલે કે ચાલુ કારે ઉતરી જાહેરમાં ડાન્સ કરી અકસ્માત સર્જાય તે પ્રકારની હોવાથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.