વેસ્ટ ઝોન ખાતે પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરવાની ઝુંબેશ રૂપે કામગીરી
”સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ઘ્વારા શહેર માં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુ થી કમિશ્ર્નરશ્રી દ્વારા કોઇ૫ણ ઝાડાઇના પાન માવા પ્લાસ્ટીક સંગ્રહ, વેચાણ, વ૫રાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે.
પાન માવા પ્લાસ્ટીક વા૫રવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતે આજ રોજ પાન માવા પ્લાસ્ટીક જપ્તીકરણ ની કામગીરી મુખ્યત્વે ઘારાગેસ રોડ, ગોકુલ નગર મે. રોડ, લાખનાબંગ્લા રોડ, નાનામવા રોડ ખાતે આવેલ દુકાનઘારકો પાસેથી પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરી નીચેની વિગતે વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
જપ્ત કરેલ પાન માવા પ્લાસ્ટીક Kg |
વસુલ કરેલ વહીવટી ચાર્જ | વહિવટી ચાર્જ વસુલ કરેલ કુલ દુકાન ઘારકોની સંખ્યા |
૪.૫ કિલો પ્લાસ્ટીક | ૨,૨૦૦/- (બેહજાર બસો) | ૧૮ |
ચેકીંગ દરમ્યાન નાનામવા રોડ ૫ર કુલ ૦૬ પાનની દુકાન માંથી ૦૪ દુકાનમાં પાન માવા પ્લાસ્ટીકનો ઉ૫યોગ બંઘ કરી ખાખરાના પાન નો વ૫રાશ ચાલુ કરેલ છે.
ઉ૫રોકત કામગીરી રાજકોટ મહાનગરપાલીકા કમિશ્નર સાહેબના આદેશ અન્વયે ઇસ્ટ ઝોન નાયબ કમિશ્નર ગણાત્રા સાહેબના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર ની દેખરેખ માં કુલ ત્રણ ટીમો મારફત મદદનીશ ઇજનેર ભાવેશ ખાંભલા ની હાજરીમાં વેસ્ટ ઝોન એેસ.એસ.આઇ સંજય ચાવડા, ભાવેશ ઉપાઘ્યાય, વિશાલભાઇ, ગૈાતમભાઇ વગેરે દ્વારા કરવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોન ખાતે પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરવાની ઝુંબેશ રૂપે કામગીરી
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ધ્વારા રાજકોટ શહેરમાં પાન પીસના પ્લાસ્ટીકના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાના અમલ અર્થે આજ રોજ તા. ૧૨-૦૭-૨૦૧૮ નાં રોજ પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ મોરબી રોડ, સર્વિસ રોડ, આડા પેડક રોડ, ૮૦ ફુટ રોડ, કોઠારીયા રોડ, વગેરે પર પાન પીસ, પ્રતિબંધિત પ્લાસ્ટિક્ના ઝભલા જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
૧. પાન પ્લાસ્ટિક – ૭.૮ કિ. ગ્રામ
૨. આસામી -૨૧
૩. વહિવટી ચાર્જ રૂ. ૬૯૫૦/-
ઉક્ત કામગીરી કમિશ્નરશ્રીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેરશ્રી જીજ્ઞેશ વાઘેલા તથા વોર્ડના એસ. આઈ. શ્રી ડી. કે. સીંધવ, શ્રી પ્રફુલ ત્રિવેદી, શ્રી એમ. એ. વસાવા, શ્રી એન. એમ. જાદવ, તથા વોર્ડના એસ. એસ. આઈ. શ્રી પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, શ્રી ભરત ટાંક, શ્રી જે.બી.વોરા, શ્રી જય ચૌહાણ, એ. એફ. પઠાણ તથા શ્રી ભુપત સોલંકી ધ્વારા કરવામાં આવેલ હતી.