કોલકતામાં ત્રણ મુમુક્ષોના દિક્ષા મહોત્સવના દ્વિતીય દિને સાંજીના સુરો ગુંજયા: કાલે મુમુક્ષ આત્માઓનો વિદાય ઉત્સવ
કોલકાતા જૈન શ્વેતાંબર સ્થાનકવાસી ગુજરાતી સંઘ અને પારસધામના ઉપક્રમે, સમસ્ત કોલકાતા સ્થા. જૈન સંઘોના સહયોગે આયોજિત મુમુક્ષુ હિરલબેન જસાણી, ક્રિષ્નાબેન હેમાણી અને ચાર્મીબેન સંઘવીના કલ્યાણ મહોત્સવના દ્વિતીય દિવસની મંગલમય શરૂઆત નવલખા સંઘ- બડાબજારના જૈન પ્રાણ મહિલા મંડળ અને પારસધામના સોહમ મહિલા મંડળના સંયમ અનુમોદના કરતાં સાંજીના સૂરો દ્વારા ઈ.
લુક એન લનેના દીદીઓ દ્વારા રચાયેલા આહાર સંજ્ઞા,ભય સંજ્ઞા,મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાના દ્વારોના બંધનોને તોડીને ત્રણ-ત્રણ મુમુક્ષુ આત્માઓનું આગમન સંયમ સાધના ધામમાં શુરવીરતા થી થયા બાદ, લુક એન લનેના દીદીઓએતેમને જોઈ- જોઈ ચુકી જાય મસ્તક અમારુ એ ભાવથી સંયમ અનુમોદના કરી હતી.આદ્યગુરુવર્યોને ભાવ વંદના અર્પણ કર્યા બાદ પરમ ગુરુદેવે એક વર્ષ સુધી પોકેટ વગરના કપડાં પહેરવાની પ્રેરણા આપતા ફરમાવ્યું કે, જેનુ મનગમતૂ સંપૂર્ણ છૂટી જાય એજ ત્યાગ અને સંયમના માર્ગ પર આગળ વધી શકે છે. સંસારી હંમેશા ટેમ્પરરી રીઝલ્ટને જોવે છે પણ સંયમી પરમેનન્ટ રીઝલ્ટને જોવે છે માટેજ પરમાત્માનો માર્ગ લઈ લે છે. જે ટેમ્પરરી રીઝલ્ટને જોવે છે એ સુખથી સુખી અને દુ:ખથી દુ:ખી થઇ જાય છે. પણ જે પરમેનન્ટ રીઝલ્ટને જોવે છે એ જ સુખી થઈ શકે છે.
આ અવસરે, અંશમાત્ર પણ તીર્થંકર ભગવંતોના દર્શાવેલા માર્ગની અસાતના ન થઈ જાય એવી પ્રેરણા આપતા દ્રશ્યો રાજકોટના ભાવિકો દ્વારા “તમે શ્રેષ્ઠ છો કાર્યક્રમ રૂપે દર્શાવવામાં આવ્યા હતા.
મુમુક્ષુ ક્રિષ્નાબેનના પિતા વિશાલભાઇ હેમાણી અને મુમુક્ષુ હિરલબેનના માતા શર્મીલાબેન જસાણી દ્વારા પોતાના સંતાનને સંયમ માર્ગમાં સ્વીકારવા પરમ ગુરુદેવનો ઉપકાર ભાવ વ્યક્ત કર્યા બાદ ઉપસ્થિત હજારો ભાવિકો દ્વારા દીક્ષાર્થી અને તેઓના ધન્ય માતા પિતાના ત્યાગને ભાવપૂર્વક વંદન કરવામાં આવ્યાં હતાં.સંયમ ભાવ જેના આભૂષણ હોય એવા મુમુક્ષુ આત્માઓની તુલા વિધિ કરવામાં આવી હતી. એક પલડામાં દીક્ષાર્થીઓ અને બીજા પલડામાં રજત, સાકર અને પુસ્તકો તોલીને કોલકાતામાં વસતાં અનેક ગરીબ પરિવારોને તે અર્પણ કરીને સર્વત્ર સંયમ મહોત્સવની મીઠાશ પ્રસરાવવામાં આવી હતી.સાંજના સમયે, પ્રસિદ્ધ લોક-સાહિત્યકાર યોગેશભાઈ ગઢવીની અનોખી શૈલીમાં સંયમ સંવેદના ભાવોની અનોખી અનુભૂતિ થતા સર્વ ભાવિકોને ભાવવિભોર કરી દીધા હતા. એ સાથેજ, લુક એન લર્નના નાના ૪૦થી પણ વધારે બાળકો દ્વારા બાલ સાધક દીક્ષા નાટિકાના સુંદર અને પ્રેરણાત્મક દ્રશ્યો ભજવવામાં આવ્યાં હતાં.સંયમ ભાવોમાં અભિવૃદ્ધિ કરવા સંયમ ઉત્સવના ચતુર્થ દિવસે કાલે સવારે ૯:૩૦ કલાકે મુમુક્ષુ આત્માઓનો વિદાય ઉત્સવ ઉજવાશે દીક્ષાર્થીઓ દ્વારા સંઘ પ્રદક્ષીણા કર્યા બાદ સંબંધોની અનિત્યતાં દર્શાવતી સંબંધોની રિયાલિટી નાટિકા યોજાશે.સોમવારે, સવારે સંયમ સાધના ધામ, નોર્ધેનપાર્કમાં ભવતારક સંયમ જીવન સ્વીકારવા થનગની રહેલા ત્રણ મુમુક્ષુઓની મહાભિનિષ્ક્રમણ યાત્રા બાદ પરમ ગુરૂદેવ દ્વારા ૩ મુમુક્ષુઓને દીક્ષાના દાન આપવામાં આવશે. ૩૭ વર્ષ બાદ કોલકાતામાં ભાગવતી જૈન દીક્ષા્ મહોત્સવ.