ફાયર સેફ્ટી નોટિસ બાબતે વકીલે બોલાવી મારમાર્યાનો વેપારીનો આક્ષેપ
શહેરમાં ધર્મનગર સિનેમા પાસે આવેલ બીલખા પ્લાઝા બિલ્ડિંગ ના પ્રમુખ અને એડવોકેટ પર તે જ બિલ્ડિંગમાં આવેલ સોડમ મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ ના માલિકે હુમલો કરી માર મારતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર સેફટીની નોટિસ સોડમ રેસ્ટોરન્ટના માલિકને આવી હોવાથી વકીલે તે બાબતે મિટિંગ રાખી બોલાવ્યા હતા ત્યારે માલિકે હુમલો કર્યા હોવાનું વકિલે જણાવ્યું હતું જ્યારે સામે આક્ષેપ કરતા રેસ્ટોરન્ટ માલિકે જણાવ્યું હતું કે વકીલે તેમને ઓફિસમાં બોલાવી ઓફિસ બંધ કરી હોકી વડે માર માર્યો હોવાથી તેને પણ ઈજા પહોંચતા બંને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વકીલ પર હુમલો થયાની જાણ ધારાશાસ્ત્રીઓની થતાં તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા.
બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
બનાવ અંગેની મળતી માહિતી મુજબ એરપોર્ટ રોડ પર આવેલ મારુતિ નગર બેમાં રહેતા મુકેશભાઈ જેનતીભાઈ ઠક્કર નામના એડવોકેટ આજે બપોરના સમયે બીલખા પ્લાઝા બિલ્ડીંગે તેની ઓફિસે હતા ત્યારે તેમને બીલખા પ્લાઝા બિલ્ડિંગ માં આવેલ સોડમ રેસ્ટોરન્ટના માલિક જીગ્નેશભાઈ ધ્રુવને ફાયર અંગેની નોટિસ આપતા તેઓએ તેમને મિટિંગ બાબતે બોલાવ્યા હતા ત્યારે જીગ્નેશ ભાઈ ઉશ્કેરાઈ એડવોકેટ મુકેશભાઈ પર હુમલો કરતા તેમને મોઢાના ભાગે ઈજા પોતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. વકીલ પર હુમલો થયાની જાણ તારા સાસરીઓને થતા તેઓ પણ તત્કાલિક સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા.
જ્યારે પ્રાથમિક પૂછતાછમાં એડવોકેટ મુકેશભાઈ જણાવ્યું હતું કે તેઓ બીલખા પ્લાઝા બિલ્ડીંગ ના ઘણા સમયથી પ્રમુખ છે અને સોડમ રેસ્ટોરન્ટના માલિકને ફાયર સેફટી દ્વારા નોટિસ આપી હતી જેથી તે બાબતે વાતચીત કરવા માટે તેમને સેલરમાં આવેલી વિજયસિંહ મોરી ની ઓફિસમાં મળવા માટે બોલાવ્યા હતા. ત્યારે રેસ્ટોરન્ટ માલિક જીગ્નેશભાઈ ધ્રુવે ઉશ્કેરાય એડવોકેટ મુકેશભાઈને ટીકા પાટુનો માર મારતા તેમને મોઢાના ભાગે ઈચ્છા પોતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. એડવોકેટ વધુમાં જણાવ્યું હતું કે સોડમ રેસ્ટોરન્ટ માલિક નો જ્યારથી તેમને રેસ્ટોરન્ટ બનાવ્યું ત્યાંથી તેઓ દ્વારા બિલ્ડિંગના અન્ય રેસ્ટોરન્ટ અને ઓફિસ ધારકોને ત્રાસ આપવામાં આવે છે અને રેસ્ટોરન્ટની બહાર ગંદકી ફેલાવવામાં આવે છે. જે બાબતે તેમને અગાઉ પણ તેમને સમજાવ્યા હતા ત્યારે પણ તેને ઝઘડો કર્યો હતો. જેથી આજે ફાયર સેફ્ટીની નોટિસ આવતા તેમની ઓફિસમાં મીટીંગ માટે બોલાવતા તેમને ઉશ્કેરાઇને વકીલ પર હુમલો કર્યો છે.
જ્યારે સામે પક્ષમાં જીગ્નેશભાઈ ધ્રુવ પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેને આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વિજયસિંહ મોરી અને એડવોકેટ મુકેશ ઠક્કરે તેમને ઓફિસમાં મળવા માટે બોલાવી ઓફિસમાં પૂરી હોકી વડે માર માર્યો હતો. જેથી તેમને પણ ઈજા થતા તેઓને સારવાર છે ખસેડવામાં આવ્યા હતા. જીગ્નેશભાઈ અક્ષય કરતા જ જણાવ્યું હતું કે તેઓને એડવોકેટ દ્વારા પાણી ચોરીનો ખોટો આક્ષેપ લગાવી ત્રાસ આપવામાં આવતો હતો જેથી તેનો ખાર રાખી તેમને હુમલો કર્યો છે.
બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસે હોસ્પિટલે દોડી જોઇએ બંને પક્ષો નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વકીલ પર હુમલાને પગલે ધારાશાસ્ત્રીઓ હોસ્પિટલે દોડી ગયા
ધરમ સિનેમા પાસે આવેલ બિલખા પ્લાઝા બિલ્ડીંગના પ્રમુખ અને એડવોકેટ મુકેશભાઈ ઠક્કર પર સોડમ રેસ્ટોરન્ટના માલિકે હુમલો કર્યાની જાણ અન્ય ધારાશાસ્ત્રીઓને થતા તેઓ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા. જેમાં દિલીપ પટેલ, જીતેન્દ્ર પારેખ,પ્રકાશસિંહ ગોહિલ અને રાજેન્દ્રસિંહ ગોહિલ સહિતના વકીલો હોસ્પિટલે દોડી ગયા હતા. મારામારીના બનાવમાં પગલે પોલીસે બંને પક્ષનો નિવેદન નોંધ વધુ તપાસ હાથ ધરી છે