એક્ઝિબિશનમાં મુલાકાતીઓનો ધસારો, વિવિધ મશીન ટુલ્સનાં સાધનોને લઇ અનેક વિધ માહિતી પ્રાપ્ત કરી

રાજકોટ ખાતે એનએસઆઇસી ગ્રાઉન્ડ ખાતે રાજકોટ મશીન ટુલ્સ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બીજા દિવસે પણ એકઝીબીશનમાં લોકોનો પ્રતિસાદ ખુબ જ સારો મળી રહ્યો છે. ખુબજ બહોળી માત્રા લોકો એકઝીબીશન નો લાભ લઇ રહ્યા છે. દેશ-વિદેશથી આવેલા એકઝીબીટરોનો એક સુરજ આવી રહ્યો છે. કે આ પ્રકારનું આયોજન નિયમીત પણે થવું જોઇએ.12 14બીજા દિવસે અનેક વિધ એકઝીબીટરો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. જેમાં ન્યુટેક કંપનીનાં અતુલભાઇએ જણાવ્યું હતું કે મશીન ટુલ્સ-૨૦૧૮ નું જે આયોજન કરવામાં આવ્યું છે તે સરાહનીય છે. લોકોને ખુબ જ મહત્વ મળીરહું છે. અને જે વિક્રેતા છે. તેમને પણ સારી ઇન્કવાઇરી મળી રહી છે.13 11 જે સરાહનીય વાત કહેવાય રાજકોટ ઉત્તરોતર પ્રગતિ કરી રહ્યું છે. અને સીએનસી અને ઓટોમેશન ક્ષેત્રે તેમનું કાર્ય કાબીલેતારીફ છે. ત્યારે ન્યુટ્રેક કંપની એર પ્લાઝમાં, સીએનજી મશીન, કટીંગ મશીન જેવા મશીનો બનાવવામાં આવી રહ્યા છે. જે ઓટોમેશન કંપની માટે ખુબ જ ઉપયોગી નીવડે છે. છેલ્લા બે દિવસથી ખુબ જ વધુ ઇન્કવાઇરી મળી રહી છે. અને લોકોની જરુરીયાતને કઇ રીતે પહોંચી શકાઇ તે વિશે પ્રયત્ન કરી રહ્યા છે.14 6ત્યારે જયારે ફિલીપ્સ મશીન ટુલ્સનાં ચેતન જાનીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ મશીન ટુલ્સનું આયોજન ખુબ જ સારી રીતે કરવામાં આવી રહ્યું છે. જે ખરા અર્થ તમામ માટે ઉપયોગી છે ત્યારે અમને પણ ખુબ જ ઉજજવળ તક મળી છે. જેથી અમે અમારી કં૫નીની પ્રોડકટ વિશે જણાવી શકે.

લોકોને ઇન્કવાયરીની વાત કરવામાં આવે તો દેશ-વિદેશની ઘણી ઇન્કવાયરી કંપનીને મળી રહી છે. જે ખુબજ સારી વાત કહી શકાય. રાજકોટ શહેર ગણતરીમાં નાનું છે. પણ જે પોટેશશીયલ છે. અને જે પ્રતિભા રહેલી છે. તે અન્ય કયાંય જગ્યાએ જોવા મળતું નથી. અનેક વિધ જગ્યાએ એકઝીબીશનનું આયોજન થતું હોઇ છે. પણ સફળતા પૂર્વક જે રાજકોટમાં આયોજન થયું છે. તે કાબીલે દાદ છે.

એવી જ રીતે તાઇવાન બેઝ કંપની એરટેગના ઇન્ડિયાના મેનેજીંગ ડાયરેકટર સંજીવ ભટનાગરે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તાઇવાન બેઝ કંપની એરટંગ વિશ્વની ૩ મોટી ન્યુમેટીક ઇકવીયમેન્ટ માટેની મોટી કંપની છે. કંપની પાસે અનેક વિધ સોલ્યુસશે રહેલા છે.

જયાં કોઇ જગ્યાએ ઓટોમેશન કે પછી સીએનસીની વાત કરવામાં આવે ત્યારે તેમની કંપની તમામ સમસ્યાઓ અને તમામ તકલીફોનું નિરાકરણ કરવા માટે કટીબઘ્ધ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે મશીન ટુલ્સનું જે આયોજન કરવામાં આવ્યું છે. તે ખુબજ ઉચ્ચ કક્ષાનું છે. પરંતુ જે પ્રતિભા રહેલી છે તેમાં કોઇ પ્રશ્ન ઉદભવતો નથી. ખુબ જ વિશાળ સ્તર પર એન્જીનીયરીંગ ક્ષેત્રે જે યોગદાન રાજકોટ આપી રહ્યું છે.

તેને  મેઇ કંપનીએ એકઝીબીશનમાં ભાગ લેવા માટે તૈયારી દાખવી અને વાત કરવામાં આવે તો પોટેન્શીયલ ગ્રાહકો દ્વારા ઘણી ઇન્કવાયરી જનરેટ થઇ છે. કંપની કસ્ટમાઇઝેડ વસ્તુઓ અને જરુરીયાત પ્રમાણેના મશીન બનાવવામાં તૈયારી દેખાડી છે. અને લોકોની માંગને પૂરી કરવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારનાં આયોજન વધુને વધુ થાય તો જે ઉઘોગકારો છે.15 4આ તકે સહારા મીકેનીક વકર્સ પ્રાઇવેટ લીમીટેડનાં ડાયરેકટર વિસ‚ત પીઠવાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સહારા કંપનીએ મશીન ટુલ્સ-૨૦૧૮માં ભાગ લઇ ઘણી નવી વસ્તુઓની જાણકારી તો મેળવી હતી. અને તેમની કંપની દ્વારા જે ઇકવીયમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે.

તે લઇ લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા છે. રાજકોટમાં વ્યાપાર કરવા માટે નવી દિશા પણ મળી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે આ પ્રકારના આયોજન વારંવાર થવા જોઇએ. જેથી ઉઘોગકારોને અને મેન્યુફેકચરો પરસ્પર રીતે વ્યાપાર કરી શકે છે. રાજકોટમાં ખુબ જ વધુ પોટેન્શીયલ જોવા મળી રહ્યું છે. જેનો લાભ સહારાને ખુબ જ સારી રીતે મળી રહ્યો છે.17 2એન્જી મશીન કંપનીમાં માર્કેટીંગનાં ડાયરેકટર સ્નેહલ મહેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓની કંપની લેસર કટીંગ અને સીમેનસી પ્રોડકટમાં કામ કરી રહે છે. ત્યારે રાજકોટ ખાતે યોજાયેલા રાજકોટ મશીન ટુલ્સ ૨૦૧૮નું જે આયોજન કરવામાં આવ્યું છે. તે ખુબ જ સારુ છે. અને તેનો ફાયદો કંપનીને ખુબ સારી રીતે મળી રહ્યો છે. તેઓએ જણાવતાં કહ્યું હતું કે રાજકોટનાં લોકોને તેમની કંપનીની  જે પ્રોડકટ છે તેને લઇ લોકો જાગૃતતા પૂર્વક નિહાડે છે અને તેની ઇન્કવારીની સાથે તેમની જરુરીયાત વિશે પણ તેમને પુછે છે જેથી વ્યાપારને વેગ મળી શકે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.