લગ્નોત્સુકો વાલીઓ સહિત ૧૮૫૦ લોકો ઉમટયા, સમાજના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ
શહેરના હેમુગઢવી હોલ ખાતે સમસ્ત પાટીદાર સમાજ માટે પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા દીપપ્રાગટય કરી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં ૧૮૫૦ લોકો વાલી તેમજ છોકરા છોકરીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય મહેમાનો માં સુરત પાટીદાર સમાજના પ્રમમુખ મથુરભાઈ સવાણી, સરદાર ધામ અમદાવાદના રઘજીભાઈ સુથરીયા, મૌલેશભાઈ ઉકાણી, ડાયાભાઈ તથા સમસ્ત પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ છોકરા છોકરીઓની પસંદગી સાથે ત્યાં જ તેઓના સંબંધો વિશેની ચર્ચા કરવામાં આવશે અને લોકો આ સમસ્ત કાર્યક્રમ પાટીદાર સમાજ દ્વારા બીજીવાર કરવામાં આવી રહ્યું છે.
અહી અમને પસંદગી કરવામાં ઘણી ચોઈસ મળે છે: હેમાદ્રી
હેમાદ્રીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે આ પસંદગી મેળામાં રજીસ્ટર્ડ કરાવ્યું છે અને આ સંસ્થા દ્વારા પસંદગી થયા બાદ સગાઈ પણ કરાવી આપે છે. અને અહી અમને પસંદગી કરવામાં પણ ધણી ચોઈસ મળે છે. અને બીજી જગ્યાએ આવા ઓપ્શન નથી આપવમાં આવતા જેથી ખૂબજ સારૂ આયોજન છે.
આ પસંદગી મેળામાં દેશ-વિદેશમાંથી છોકરા-છોકરીઓએ ભાગ લીધો છે: ગીતાબેન પટેલ
સમસ્ત સુરત પાટીદાર સમાજના પ્રમુખ મથુરભાઈ સવાણી, સરદારધામ અમદાવાદના રાઘવજીભાઈ સુથરીયા મોલેશભાઈ ઉકાણી, ડાયાભાઈ અને પટેલસમાજની જેટલી સંસ્થાઓ ચાલી રહી છે. તે દરેક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. આજના કાર્યક્રમમાં જમવાની પણ સારી સુવિધાઓ રાખવામાં આવી છે. અને આજનો આ કાર્યક્રમ સાજં સુધર ચાલવાનો છે. આજે પસંદગીમાં સ્ક્રીન ઉપર છોકરા છોકરીઓને બાયોડેટા બતાવવામાં આવશે ત્યારે દિકરા દીકરીને ફોર્મ આપવામાં આવશે જેમાંથી ૧૦ છોકરા ૧૦ છોકરીનું સીલેકશન કરી શકશે અને દીકરીઓ પણ એમજ પસંદગી કરી શકશે અને ત્યારબાદ ક્રોષ મેચીંગ કરી ને ઉતમ જોડીને પસંદ કરવામાં આવશે. અને આ અમારી સંસ્થાનો બીજો પસંદગી મેળો છે.
અબતક સાથેની વાતચીતમાં ગીતાબેન પટેલ જે પાટીદાર સમાજના મહામંત્રી છે. તેઓએ જણાવ્યું કે આ સમસ્ત કાર્યક્રમનો યશ સંસ્થાના સ્થાપક મુકેશભાઈ મીર્ય જે હાલ પ્રેસીડન્ટ છે. અમેની સાથે અમારો પૂરી ટીમ જે બાવીસો પચાસ વોલીયન્ટર છે. જેના દ્વારા અનેક વિધ સેવાઓ થાય છે. એમાનો આ ભવ્ય પ્રોગ્રામ મેરેજ બ્યુરોનો કાર્યક્રમ છે. આખશ વિશ્ર્વમાંથી છોકરા છોકરીઓ એ ભાગી લીધો છે. અને ઓનલાઈન ફોમ ભર્યા પછી જે લોકો એ ફોર્મ ભર્યા છે. તે દિકરા દીકરીને પસંદ કર્યા હાય એમને બોલાવી પસંદગી મેળો યોજાય છે. આજન આ કાર્યક્રમમાં અઢારસો પચાસ લોકો ઉપસ્થિત છે. અને બસો પચાસ મુખ્ય મહેમાનો છે. અમારી સંસ્થા દ્વારા બધી જ સેવા નિ:શુલ્ક છે.
સમસ્ત પાટીદાર સમાજની આ ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિ: દિપા પટેલ
દિપા પટેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે પોતે આ સમસ્ત પાટીદાર સમાજમાં લોગીન કરીને આ પસંદગી મેળામા ભાગ લીધો છે. અને ફોર્મ ભરવાની ડીપોઝીટ સાથે અહી એન્ટ્રી કરવામાં આવે છે. એ પણ જયારે નામ કાઢી નાખવામાંવે ત્યારે પરત આપી દેવામાં આવે છે. ખૂબજ સારી એવી સેવાકીય પ્રવૃત્તિ છે. અને અહી બધા જ કેન્ડીકેટ ખૂબ સારા આવ્યા છે. અને આ ફ્રીમાં સેવા આપવામા આવે છે જેથી અમે ખૂબ ખુશ છીએ.
આ કાર્યક્રમ થકી વધુમાં વધુ ઉમેદવારોને પોતાના જીવનસાથી મળી રહેશે: વીભાબેન
વીભાબેન જે પાટીદાર સમાજના એમ.ડી. છે અને માનવ કલ્યાણ મંડળમાં મંત્રી તરીકે સેવા આપે છે. જેમને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજે પાટીદાર સમાજના વૈવિશાળ પસંદગી મેળો યોજાયો છે. જેમાં છેલ્લા ૪ મહિનાથી અમે મહેનત કરેલી છે. અને આજ રોજ આ પસંદગી મેળો ભવ્ય રીતે અને લોકોના હિત માટે થઈ રહ્યો છે. પહેલા પરિવારના વડીલો જે રીતે છોકરા છોકરીને પસંદ કરતા હતા પરંતુ હવે તો વ્યસ્ત જીવન માટે આ સરળ માર્ગ કાઢ્યો છે. અને હાલ આ કાર્યક્રમમાં અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, ભાવનગર, મોરબી બધા જ ગામોમાંથી બાયોડેટા આવેલા છે. અને આશા છે કે આ કાર્યરત સફળ રહેશે.