નવીનત્તમ મશીનરી તથા ફૂડ ઉદ્યોગ માટેના નવા ક્ધસેપ્ટની માહિતી મેળવતા મૂલાકાતીઓ
રેસકોર્ષ મેદાનમાં ચાર દિવસીય ફૂડ એન્ડ પેકેજીંગ પ્રોડકટના પ્રદર્શનને લોકોનો બહોળા પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રદર્શન તા.૨૫ સુધી ચાલશે. પ્રદર્શનમાં મૂલાકાતીઓને નવીનતમ મશીનરી તથા ફૂડ ઉદ્યોગ માટેના નવા ક્ધસેપ્ટની માહિતી મળી રહી છે.
અહીં ફુડ પેકેજીંગ અને ફુડ પ્રોસેસિંગ મશીનરી પ્રદર્શિત કરાયું છે. અહીં ડેરી, નમકીન, બેકરી, આઈસ્ક્રીમ, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરીંગ તથા મસાલા ઉધોગને રીલેટેડ મશીનરી, પેકેજીંગ પ્રોડકટ, પેકેજીંગ મશીનરી તથા કિચન વેર માટે અલગ-અલગ કંપનીઓએ ભાગ લીધો છે.
ખાસ તો ભારત સરકાર દ્વારા ફુડ પ્રોસેસિંગ ઉધોગો માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે. તેમજ ફુડ પ્રોસેસિંગ ઉધોગમાં વિકાસની વિપુલ શકયતાઓ સમાયેલી છે. આ એકિઝબિશનથી રાજકોટ તથા સમગ્ર ગુજરાતભરમાં જે રીતે ફુડ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા નવી નવી મશીનરી નવા ફુડ ઉધોગ માટેના ક્ધસેપ્ટ તથા ફુડ ક્ધસલ્ટન્સી ટેકનોલોજી વગેરે માટે લોકોને સરળતાથી માહિતી અને પ્રોડકટ મળી રહેશે તેમજ નાના તથા મોટા શહેરોને વિશેષ લાભ થશે.
એકિઝબીશનમાં બહોળો પ્રતિસાદ મળ્યો: પરેશ તન્ના
અમારી કંપની તન્ના ફુડઝ પ્રાઈવેટ લિમિટેડ છે. અમારી કોર્પોરેટ ઓફિસ સુરતમાં આવેલી છે. અમે તુવેરદાળ, બાસમતી રાઈસ અને ઘઉંના લોટનું વેચાણ કરી રહ્યા છીએ. અમારુ તુવેરદાળનું મેન્યુફેકચરીંગ મહારાષ્ટ્રમાં થાય છે. અમારી બધી પ્રોડકટને હરિયાણામાં થાય છે. અમારી બધી પ્રોડકટને લોકો પસંદ કરી રહ્યા છે. કેમ કે બધી પ્રોડકટનો રોજબરોજ ઉપયોગ થાય છે. આ એકિઝબિશનમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
અમારી પ્રોડકટમાં કલર કે એસેન્સ ઉમેરવામાં આવતા નથી: મૌલિક રાણપરીયા
હું ગોંડલ મસાલામાંથી આવું છું. અહીં મેનેજમેન્ટ સ્ટાફ અને પ્રોગ્રામ હું સંભાળું છે. અમે ૧૦૦% નેચરલ પ્રોડકટનું મેન્યુફેકચર કરીએ છીએ. અમારી પ્રોડકટમાં ગોળ-કેરી અથાણુ, લીંબુ સ્વીટ અથાણું, કેરડાનું અથાણું જેવી ઘણી પ્રોડકટ છે. આ ઉપરાંત ગ્રીન ચટણી, સેઝવાન ચટણી, લીલા મરચાની ચટણી, લસણની ચટણીને ખુબ જ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.આ બધી પ્રોડકટ નેચરલી બનાવાય છે. તેમાં કોઈ કલર કે એસેન્સ ઉમેરવામાં આવતો નથી.
આ એકિઝબિશનનું આયોજન ખુબ જ સારું છે. અને આ એકિઝબિશનમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
લોકો ફુડ ઈન્ડસ્ટ્રીઝને સારી રીતે સમજે અને જાણે તે અમારો હેતુ: ભુપતભાઈ
આ ફુડ એકિઝબિશનમાં ઈવેન્ટ સ્પોન્સર તરીકેનો અમારો રોલ છે. આજના એકિઝબિશનમાં ઘણા લોકોએ મુલાકાત લીધી છે. આ સારામાં સારુ ઈવેન્ટ છે. જેમાં અમે શીતલ આઈસ્ક્રીમ અને ફુડને પ્રેઝન્ટ કરી રહ્યા છીએ. રાજકોટ તેમજ રાજકોટ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ ઘણા બધા લોકો આજે અહીં લાભ લઈ રહ્યા છે. જે ખુશીની વાત છે. આ ઈન્ડસ્ટ્રીને લોકો ખુબ સારી રીતે સમજે અને જાણે તે મુખ્ય હેતુ રહ્યો છે.
અમે કવોલીટી અને ટેસ્ટમાં માનીએ છીએ: નિરજ શાહ
મારી કંપનીનું નામ માતંગી એન્ડ સન્સ છે. મારું બ્રાન્ડ નેમ શિવ બાઈટસ છે. અમે પાંચ ફલેવરમાં પોપકોર્ન બનાવીએ છીએ. ચીઝ, ચાઈનીઝ, ગાર્લિક, સોલટી, ટોમેટો અને ટેન્ગી. હવે અમે મસાલા પીનટ્સ, મસાલા પીઝ, મસાલા, ચણા અને મસાલા પોપ લાવવાના છીએ. અમે કવોલિટી અને ટેસ્ટમાં માનીએ છીએ જે અમારો પ્લસ પોઈન્ટ છે.
ઈનોવેટીવ અને હાઈજેનીક વસ્તુઓ બનાવીએ છીએ: દિવિશ ભટ્ટ
હું ઓલ ઓવર શિવ બાઈટસનું માર્કેટીંગ હેન્ડલ કરુ છું. ઈન્ડિયા ઉપરાંત ઈન્ટરનેશનલ લેવલમાં પણ અમે વર્ક કરીએ છીએ. અમે કવોલીટીમાં માનીએ છીએ તેમજ ઈનોવેટીવ વસ્તુ લોકોને આપીએ છીએ. અમે હાઈજેનીક વસ્તુ બનાવીએ છીએ. જેમાં કોઈપણ જાતનું એક્ષ્યુઝ અમે રાખતા નથી. માર્કેટમાં અમે શોર્ટ ટાઈમમાં ચીઝ પીનટ લોન્ચ કરી રહ્યા છીએ.
એકિઝબીશનનું આયોજન ખુબ જ સારુ: ભાવેશ પટેલ
હું રાધે ડેરી એન્ડ ફુડ પ્રોડકટનો ડિરેકટર છું. અમારી પ્રોડકટ વાસ્તુ ધી અમારી બ્રાન્ડ છે. અમે છેલ્લા બે વર્ષથી બિઝનેસમાં જોડાયેલા છીએ. અત્યારે નવામાં બેકરીની વસ્તુ અને સ્ટાર્ટ કરી છે અમે અત્યારે ૧૧ રાજયમાં બિઝનેસ કરી રહ્યા છીએ. આ એકિઝબિશનનું આયોજન ખુબ જ સારું છે.