આર્ટ ગેલેરીમાં ત્રણ દિવસ સુધી પ્રાકૃતિક, સાંસ્કૃતિક ,જીયોમેટ્રી, આધારીત ચિત્રોનું પ્રદર્શન કમ વેચાણ
જુહીબેનના દાદા અને સ્વાતંત્ર્ય સેનાની જયંત પલાણે પણ મોરપિચ્છ, ગીતોની કલ્પના અને પૌરાણીક દ્રશ્યો આધારીત ચિત્રોથી દુનિયા રંગીન બનાવી
તેમણે મંદિરના શિલ્પો, ગુલજોમાંથી પ્રેરણા લઇને વિવિધ રંગોના સંયોજનથી ચિત્રો બનાવ્યા છે
કલાપ્રેમીઓને કોઇપણ થીમ અને ઓબર્ઝવેશન આધારીત ચિત્રો માટેની પ્રેરણા મળી રહેતી હોય છે.
કલાપ્રેમીઓના હ્રદય સમાન આર્ટ ગેલેરી કલાના કસબીઓના અદભુત કલાકૃતિઓનું સાક્ષી રહ્યું છે. ત્યારે કલારસીકો માટે આર્ટ ગેલેરીએ જવાનું કારણ ગુલમહોર છે. આમતો ગુલમહોર ઉનાળામાં આવતા હોય છે પણ આ કલાના ગુલમહોર પણ તમને ટેસ્ટી લાગશે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવેલ શ્યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે તા. ૮, ૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય જુહી પલાણ કે જેઓ ચિત્રકાર ઉપરાંત સારા આર્ટીસ્ટ છે. જેમના દ્વારા પ૧ જેટલા વિવિધ ચિત્રોનું પ્રદર્શન તેમજ વેચાણ રાખવામાં આવ્યું છે. આ બધા જ ચિત્રો પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને જીઓમેટ્રી આધારીત છે જેને જુહીબેન દ્વારા સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યા છે. કલાપ્રેમી તેમજ ચિત્રકલા સાથે સંકળાયેલા લોકો માટે અહીં ખુબ જ સુંદર ચિત્રોનું પ્રદશનનું આયોજન કરવામાં આવ્યું છે.જુહી પલાણ ઘણા સમયથી ચિત્રો બનાવવાનો શોખ ધરાવે છે. તેમના દાદા જયંત પલાણ દ્વારા ગુમહોર, મોરપિચ્છ કંક તમારો મારા ગીત, જીંદગી ગીત છે. પિચ્છઘર જેવી આવૃતિઓ બનાવાઇ છે. એ ગીતોની કલ્પનાને તેઓએ ચિત્રોમાં કંડાર્યા છે. તેમના ચિત્રોમાં પૌરાણિક કથા આધારીત દ્રશ્યો, માતૃત્વ, ગામડાની પનિહારી, સહેલીઓ, રાધા-કૃષ્ણ સરસ્વતિ દેવી, શિવ-પાર્વતીનો સંવાદ વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા છે આ ઉપરાંત જીઓમેટ્રી આધારીત ચિત્રોમાં તેમણે કુદરતી સ્પર્શ પણ આપ્યો છે જેમાં તેમણે મંદિરના શિલ્પો, ગુલજોમાંથી પ્રેરણા લઇને વિવિધ રંગોના સંયોજનથી ચિત્રો બનાવ્યાં છે.
રાજકોટવાસીઓને એક્ઝિબિશનની મુલાકાત લેવા અપીલ : જુહી પલાણ
આ તકે જુહીબેન પલાણે અબતકની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ત્રિદિવસીય ગુલમહોર આર્ટ એકિઝબીશનનું જે આયોજન થયું છે. તેમાં મારા પ૧ જેટલા ચિત્રોનું સુંદર પ્રદર્શન ગોઠવાયું છે જેના પ્રદર્શનની સાથો સાથ વેચાણ પણ કરવામાં આવશે. ત્યારે દરેક રાજકોટવાસીઓને મારો અનુરોધ છે કે આ એકિઝબીશનની ચોકકસથી મુલાકાત લેશો. ચિત્રોમાં પૌરાણિક કથા આધારીત દ્રશ્યો, માતૃત્વ, ગામડાની પનિહારી, સહેલીઓ, રાધા-કૃષ્ણ સરસ્વતિ દેવી, શિવ-પાર્વતીનો સંવાદ વગેરે વિષયોને આવરી લેવામાં આવ્યા છે આ ઉપરાંત જીઓમેટ્રી આધારીત ચિત્રોમાં તેમણે કુદરતી સ્પર્શ પણ આપ્યો છે જેમાં તેમણે મંદિરના શિલ્પો, ગુલજોમાંથી પ્રેરણા લઇને વિવિધ રંગોના સંયોજનથી ચિત્રો બનાવ્યાં છે.