શું તમે ક્યારેક જિંદગીની આ સફરમાં અટકી ગયા છો ? લાગે છે કે હવે અંત એક રસ્તો છે તો એક મિનિટ આ વાત સાંભળી લેજો કારણ વસ્તુઓને પામી શકાય છે પણ ખોવાય ગયેલ આ જીવન ક્યારેય ફરી પામી શકાતું નથી. સકારાત્મક્તા ફરી જવાના અનેક રસ્તા છે. ત્યારે જો આ જીવનમાં ક્યારેક ઉદાસ થતાં હોય તો એવા અનેક ખૂબ અલગ રસ્તા છે જેનાથી જીવનને અંત કરતાં નવા આરંભ તરફ જવાના અનેક ઉપાયો છે. જીવનમાં સકારાત્મક્તા માટે અનેક રસ્તા છે. જ્યારે જીવનમાં સકારાત્મક્તા તરફ જવાથી જીવનના તમામ રસ્તા ફરી નવી દિશા તરફ લઈ જાય છે અને તમામ સપનાઓને ફરીથી જીતી શકાય છે.
ત્યારે એવા અનેક રસ્તા છે જેનાથી તમારું જીવન ફરીથી સકારાત્મક્તા તરફ લઈ જઈ શકાય છે :-
તમારાં સપનાઓ અને તમારાં સારા વિચારોને હમેશા ક્યારેક નવરા બેઠાં હોય ત્યારે લખી નાખવાં કારણ કોઈ કપરા કે ખરાબ સમયમાં જાતે તેજ તમને એ ફરી એકવાર સકારાત્મક્તા તરફ લઈ જશે. જીવનમાં સકારાત્મક્તા હોય તો તમે ક્યારેય કપરાં સમયમાં જો એ સપનાઓને ફરી એકવાર વાંચો તો જીવનમાં ફરી જીવવાની પ્રેરણા જાગશે.
જીવનમાં જ્યારે નકારાત્મ્ક્તા હોય ત્યારે તમારી આસપાસ કે તમારી સાથે જે સારા મિત્રો હોય તેની સાથે વાત કરો. કારણ વાત કરવાથી તમારી દરેક સમસ્યાનું સમાધાન મળી શકે છે. સારા મિત્રો કે ગમતાં સગા સંબંધીઓ સાથે આનંદની અનેક વાતો કરવાથી દરેક સમાધાન તરત આવે છે.
જ્યારે જીવનના સફર નિરાશા આવે તો પોતે કોઈ ગમતી જગ્યા પર ફરી જાવ અને ત્યાં ખુદને શોધો. કારણ પોતાની અનેક સમસ્યાઓનું સમાધાન મળી જાય છે. ત્યારે આ નકારાતમક્તા માથી સફળતા સુધી એક જીવનમાં સફર કરો. ખુદને એક ડ્રાઈવ પર લઈ જાવ ટૂકમાં.
તમારાં ખરાબ સમયમાં પ્રાથના તમને અનેક નવા રાહ પર લઈ જશે જો તમે એક ધાર્મિક માણસ હોવ તો અવશ્ય નકરાત્મ્ક્તામાં પ્રાથના કરો કારણ તે સમયમાં પ્રાથના તમને જીવનના અનેક નવા રસ્તા તરફ લઈ જશે. પ્રાથના એક તમારાં કપરાકાળમાં જેમ બિલ્ડીંગને પાયો હોય તેમ સકારાત્મક્તા તરફ લઈ જશે.