એનસીસી દ્વારા આર્મિ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો ઉજવાયા
દર વર્ષે ૧પ જાન્યુઆરીની રોજ આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે રાજકોટની ડી.એચ. કોલેજ ખાતે એનસીસી દ્વારા આર્મી દિવસની ઉજવણી થઇ હતી. જેમાં દેશ માટે શહિદ થનાર જવાનોની પત્નીઓ (યુઘ્ધ વિધવાઓ)નું સન્માન કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાનો મહિમા દેશ માટે ખુબ મોટો છે દર વર્ષે દેશની સેના માટે ઉજવણી થાય છે. રાજકોટમાં એનસીસી કમાન્ડર બ્રિગેડયર એસ.એન. તિવારીએ ખાસ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણા બહાદુર સૈનિકો દ્વારા બદિલાન આપવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં અનેક જવાનોએ બલિદાન આપ્યા હતા. જેથી એનસીસી રાજકોટ જુથના સમગ્ર વિસ્તારમાં હાજર તમામ યુઘ્ધ વિધવાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે કુલ ર૮ વીર નારીઓનું સન્માન થયુંહતું. આ કાર્યકૅમમાં કુલપતિ નીતીન પેથાણી, કલેકટર રેમ્યા મોહન તથા એનસીસી અધિકારીઓ હાજર રહ્યાં હતા.