ધો.10-12ના તમામ પ્રવાહના 85 ટકાથી વધુ ગુણ મેળવનાર તેના નામ નોંધાવી દેવા અનુરોધ
રાજકોટ શહેરમાં પૃષ્ટિમાર્ગમાં સૌપ્રથમવાર સર્વોત્તમ સેવા સંસ્થા દ્વારા ધો.10-12ના તમામ પ્રવાહના 85 ટકાથી વધુ ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓનો સમારોહ યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ, આધારકાર્ડ અને બે ફોટા સાથે 5 જુલાઇ સુધીમાં નામ નોંધાવી દેવા જણાવાયું છે.
આ આયોજન ગૌસ્વામી શ્રીમાન ગોપેશકુમારજી મહારાજ તથા પરાગ કુમારજી મહોદયના સાનિધ્યમાં યોજાશે. પૃષ્ટિમાર્ગીય સેવા સંસ્થા ‘સવોત્તમ સેવા સંસ્થા’ દ્વારા વિવિધ આયોજનો થકી છાત્રોને પ્રોત્સાહન અપાઇ રહ્યા છે ત્યારે આ શિક્ષણ સેવાયજ્ઞ થકી તેજસ્વી તારલાઓને સન્માન કરવામાં આવનાર છે.
ભાગ લેનાર છાત્રો સર્વોત્તમ હવેલી-અંબાજી કડવા પ્લોટ, સ્વામિનારાયણ ચોક-પી.ડી.એમ. કોલેજ પાછળ સવારે 9 થી 12 અને સાંજે 5 થી 8 વચ્ચે પોતાના ફોર્મ સાથેની વિગત જમા કરાવી દેવી. કાર્યક્રમ ગુરૂપુર્ણિમાને દિવસે 13 જુલાઇએ યોજાનાર છે.
વિશેષ માહિતી માટે એસથ્રી એજ્યુકેશનનાં પ્રમુખ વિપુલભાઇ મણિયાર (99798 99009) અને રઘુભાઇ સિસોદિયા (93769 47131) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.