સમગ્ર શિક્ષા અભિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત આ કેમ્પમાં સાંભળવાની ક્ષતિ વાળા-૧૭, અસ્થિવિષયક ૩પ, સેરેબલ પાલ્સી-૦પ, માનસીક દિવ્યાંગ-૧૦૪ ને લાભ અપાયો
નગર પ્રાથમીક શિક્ષણ સમીતી રાજકોટ સમગ્ર શિક્ષા અભિયાન, આઇ.ઇ.ડી. વિભાગ અંતર્ગત આજે દિવ્યાંગ બાળકોને સાધન સહાય અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.પ્રારંભે શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર સ્વાગત પ્રવચન સાથે કેમ્પ વિષયક માહીતી આપી હતી. આ તકે વાઇસ ચેરમેન ભારતીબેન રાવલ ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, શહેર ભાજપના મહામંત્રી જીતુભાઇ કોઠારી, જાણીતા શિક્ષણ શાસ્ત્રી ડી.વી. મહેતા, શિક્ષણ સમીતી સદસ્યો કિરણબેન માકડીયા, મુકેશભાઇ મહેતા, ધીરજભાઇ મુંગરા, રહીમભાઇ સોરા, શાસનાધિકારી એસ.બી. ડોડીય સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા.આ કેમ્પમાં કુલ ૧૬૧ દિવ્યાંગ બાળકોમાંથી સાંભળવાની ખામીવાળા બાળકોને હિયરીંગ એઇડ તથા હાથપગની ખામીવાળા બાળકોને કેલિપર્સ, ટ્રાઇસીકલ, વોકર, રોટલર, તથા સ્નાયુની ખામીવાળા બાળકોને સી.પી. ચેર તથા માનસીક દિવ્યાંગ બાળકોને સેન્સરી કીટ જેેવા અંદાજીત ૧૦ લાખની કિંમતના સાધનો લાભાર્થીને મહેમાનોના વરદ હસ્તે અર્પણ કરાયા હતા. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આઇ.ઇ.ડી. યુનિટ કાર્યરત છે. જેમાં દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક મદદ માટે ૧૬ સ્પેશિયલ એજયુકેટર હાલ શિક્ષણસમીતીમાં કાર્યરત છે.
ગત ઓગસ્ટમાં થયેલ એસેસમેન્ટ કેમ્પમાંથી પસંદ થયેલાને આજે સાધનો અપાયા હતા. જેમાં એમ.આર. ના ૧૦૪ ઓર્થો સેરેબલ પાલ્સીના ૪૦ તથા સાંભળવાની ક્ષતિવાળા ૧૩ છાત્રો સહીત ૧૬૧ ને સાધન સહાય અપાઇ હતી. લાભાર્થીઓને આવવા-જવાનું ભાડુ સાથે નાસ્તો અપાયો હતો. દિવ્યાંગ બાળકો તથા તેના વાલીઓએ શિક્ષણ સમીતીના આવા સહાયભૂત આયોજનની સરાહના કરી હતી.
સાધનો આપી દિવ્યાંગોને પ્રોત્સાહીત કરાયાં: નરેન્દ્રસિંહ ઠાકુર
નરેન્દ્રસિંહ ઠાકુરે (ચેરમેન ન.પ્રા. શિઉ સમિતિ) ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, શિક્ષણ સમિતિની શાળામાં ભણતા દિવ્યાંગ બાળકોને રુટીંગ શિક્ષણ કાર્ય મેળવવામાં સુગમતા રહે તે માટેની સહાય કરીને તેને આજે પ્રોત્સાહીત કરાયા છે. તેને મળેલ સાધનોથી તેઓને હલન ચલનમાં મદદ મળશે સારી રીતે વિકાસ કરી શકશે.
સાધન સહાયથી હવે તેઓ સારી રીતે જીવી શકશે: મનોહરસિંહ જાડેજા
મનોહરસિંહ જાડેજા (ડીસીપી ઝોન-ર) એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ ખુબ જ પવિત્ર કહી શકાય તેવો છે. આજે દુનિયા રોકેટ ગતીએ પ્રગતિ કરી રહો છે. ત્યારે દિવ્યાંગ બાળકો અને વાલીઓ એમ સમજે કે અમો પાછળ રહી ગયા, પરંતુ આજે જરુરીયાત મુજબ સાધન સહાય મળતા તેઓ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. સાધનો મળતાં હવે તેની રુટીંગ લાઇફ થોડી આસાન થઇ જશે.