ધોરાજી માં છેલ્લાં ત્રણ ચાર વર્ષ થી ચાલતી ભૂગર્ભ ગટર યોજના ને જે તે વિસ્તારમાં કુંડી ઓ કરવામાં આવી છે અને તેમાં જેતે માલિકે જ પોતાના કનેક્શનો નાંખવાનાં તે કામગીરી સહુ પોતાના વિસ્તારમાં કરવામાં આવી રહીએ છે ત્યારે શહેર અમુક વિસ્તાર ની કુંડીઓ તુટી ગયેલ તો અમુક કુંડીઓ માં ઓવરફલો જોવા મળે છે ત્યારે ભૂગર્ભ ની કુંડીઓ માંથી નિકળતું પાણી બહાર નીકળી ને મુખ્ય રસ્તા પર નીકળતાં આજુબાજુના વિસ્તારમાં રહેતા સ્થાનીકો ને વેપારી ઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે મોચી બજાર અને અંટાળા વિસ્તારમાં  કુંડીઓ ભરાતાં પાણી રસ્તા પર નિકળતાં લોકો પરેશાન જોવા મળી રહયાં છે અને વહેલી તકે આ કુંડીઓ ને વ્યવસ્થિત કરાવે તંત્ર તથાં જવાબદાર કોન્ટ્રાકટ તેવી માંગ કરી રહ્યા છે ત્યાના લોકો કરી હતી જેનો અહેવાલ અબતક ટીવી ચેનલ અને અબતક અખબાર પ્રસિધ્ધ કરવામાં આવેલ જેની અસર થતાં સફાળું તંત્ર જાગ્યું ને જે ભૂગર્ભ ની કુંડીઓ નું તાત્કાલીક સમારકામ હાથ ધરવામાં આવેલ જેથી ત્યાના સ્થાનિક લોકો એ અબતક ટીવી ચેનલ અને અબતક અખબાર નો આભાર વ્યકત કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.