પેન્શન અદાલતમાં 55 જેટલા વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા હતા

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે આજે પેન્શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ ભૂતકાળમાં પેન્શનરો અને ફેમિલી પેન્શનરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના આધારે બધા મામલા માં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ 62 કેસ મળ્યા હતા, આ તમામ કેસોનું સ્થળ પર નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન, કુલ 12 પેન્શન પે ઓર્ડર (PPO) જારી કરવામાં આવ્યા હતા જે ડિવિઝનલરેલવે મેનેજર (DRM) અનિલ કુમાર જૈન અને એડિશનલ ડિવિઝનલરેલવે મેનેજર (ADRM) જીપી સૈની દ્વારા નિવૃત્ત રેલવેકર્મચારીઓને વ્યક્તિગત રીતે આપવામાં આવ્યા હતા.

આજની પેન્શન અદાલતમાં 55 જેટલા વરિષ્ઠ નાગરિકો/તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને પેન્શન અદાલતનું સુખદ સમાપન થયું હતું. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલપર્સનલ ઓફિસર મનીષ મહેતા, સિનિયર ડિવિઝનલ ફાઇનાન્સ મેનેજર કિરણેન્દુ આર્ય અને એકાઉન્ટ્સ અને પર્સનલ વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી પેન્શન અદાલતને સફળ બનાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.