મુખ્ય જજ યુ.ટી.દેસાઈ, જયુડીશરી ઓફીસર સિનિયર-જૂનિયર વકીલોએ અપી શ્રધ્ધાંજલી
અબતક,રાજકોટ
રાજકોટ બાર એસો. દ્વારા આજે સિવિલ કોર્ટ કંપાઉન્ડમાં એડવોકેટ મહેન્દ્રભાઈ કેશવલાલ ફળદુનું અકાળે અવસાન થતાં શોક સભાનું આયોજન કરાયું હતું. જેમાં વકીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તકે જિલ્લા મુખ્ય જજ યુ.ટી. દેસાઈ સહિતના ન્યાયાધીશો, જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા, પ્રશાંતભાઈ પટેલ, કમલેશભાઈ શાહ ધીરજભાઈ પીપળીયા, અગ્રણી વકીલો અંશ ભારદ્વાજ, સી.એચ. પટેલ, સિનિયર એડવોકેટ જયદેવ શુક્લ, સુરેશભાઈ ફળદુ, ચંદ્રકાન્ત દક્ષિણી સહિતના લોકોએ હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાર એસોશીએસનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ એસ.કે. જાડેજા, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા, ટ્રેઝ22 જીતેન્દ્ર પારેખ, લાયબ્રે2ી સેક્રેટરી સુમીત વોરા, કારોબા2ી સભ્યો અજય પીપળીયા, મનીષ પંડયા, મોનીશ જોષી, નૃપેન ભાવસાર, વિવેક સાતા, કેતન મંડ, કિશન રાજાણી, હિરેન ડોબરીયા, નૈમીષ પટેલ, મહિલા કારોબારી સભ્ય ચેતનાબેન કાછડીયા, સહિત વકીલોએ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ સિવાય બાર એસો.એ ઠરાવ કર્યો છે કે, રાજકોટ બાર એશોસીએશનના સભ્ય એડવોકેટ સ્વ. મહેન્દ્ર કેશવલાલ ફળદુએ આરોપીઓના દુ:ખ ત્રાસથી આ જીવનનો અંત આણેલ છે, જેના સંદર્ભમાં ગાંધીગ્રામ 2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 306 વગેરે કલમો હેઠળ ગુન્હો નોંધાયેલ છે જે ગુન્હાના આરોપીઓ વતી રાજકોટ બાર એશોસીએશનના કોઈપણ સભ્યએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વકીલ તરીકે રોકાવું નહી તથા આ કારોબારી કમીટી સમગ્ર ગુજરાત ભરના બાર એશોસીએશનને વિનંતી કરે છે કે આરોપીઓ વતી વકીલ તરીકે ન રોકાય તથા વકીલ એકતાની ભાવનાને મજબુત બનાવી સહકાર આપે.