ભાજપમાંથી ટિકિટ મળતા ખોડલધામ ટ્રસ્ટના નિયમ પ્રમાણે રાજીનામુ આપ્યું
રમેશ ટીલાળાનું ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપ્યું છે. ભાજપમાંથી ટિકિટ મળતા ખોડલધામમાંથી રાજીનામુ આપ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના નિયમ પ્રમાણે રાજીનામુ આપ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં રમેશ ટીલાળાએ ઝંપલાવ્યું છે. રમેશ ટીલાળા રાજકોટ દક્ષિણથી વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડશે. ત્યારે રાજકોટમાં ભાજપના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા હોવાનું સામે આવ્યું છે.
રમેશ ટીલાળાએ સોગંદનામામાં પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ દર્શાવી છે. સ્થાવર અને જંગમ મિલકત મળીને 26 કરોડ 80 લાખની મિલકત બતાવી છે. ત્યારે ધોરણ-10 પાસ શખ્સે કેવી રીતે ઉદ્યોગપતિથી લઈને રાજકોટ દક્ષિણ બેઠક સુધીની સફર કાપી તે રસપ્રદ છે. તેઓ ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપ્યુ છે.
રમેશભાઇ ટીલાળાનો જન્મ રાજકોટ જિલ્લાના શાપર ગામ ખાતે 15 જાન્યુઆરી 1964 ના રોજ થયો હતો. તેઓ અઠવાડીયામાં એક વખત પોતાના કુળદેવી અને લેઉવા પટેલ સમાજના આસ્થા સમાન ખોડિયાર માતાજીના દર્શન કરવા કાગવડ અચૂક જાય છે. હાલમાં તેઓ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે સ્થાયી થયા છે. તેમના પરિવારમાં એક પુત્ર અને પુત્રી છે, જે પૈકી પુત્રીના લગ્ન થઇ ચૂક્યા છે જ્યારે પુત્રના લગ્ન બાકી છે. આજે તેઓ રાજકોટ અને આણંદમાં મળી કુલ 7 ઇન્ડસ્ટ્રી ધરાવે છે. ટેક્સટાઈલ, ફૂડ, કાસ્ટિંગ, પ્લાસ્ટિક, ફોરજિંગ સહિત 7 ઇન્ડસ્ટ્રી મળી કુલ 1500 જેટલા કર્મચારીઓને રમેશભાઇ રોજી રોટી પૂરી પાડે છે.