કામના ભારણ અને સતત રાજકીય દબાણના કારણે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ સરકારી નોકરી છોડી રહ્યા છે.આ સિલસિલો આગળ ધપ્યો છે.કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીના સીટી એન્જિનિયર હારુંન યુ. દોઢીયાએ પારિવારિક કારણોસર રાજીનામું આપી દીધું છે.તેઓનો ચાર્જ વોર્ડ નંબર 8ના વોર્ડ એન્જિનિયર કુંતેશ મહેતાને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે રહ્યું છે.

વેસ્ટ ઝોનના સીટી એન્જિનિયરનો ચાર્જ કુંતેશ મહેતાને સોંપાયો

વેસ્ટ ઝોનના સીટી એન્જિનિયર એચ.યુ.દોઢિયાએ ઘણા સમય પહેલા રાજીનામું આપી દીધું હતું. પારિવારિક કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ માટે વ્યક્ત કરેલી ઈચ્છામાં તેઓએ જણાવ્યું હતું કે તેમને 30 નવેમ્બર સુધીમાં મુક્ત કરી દેવામાં આવે. દરમિયાન તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા તેઓનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવ્યું હતું. આજે નોકરીમાં તેમનો છેલ્લો દિવસ છે. વેસ્ટ ઝોન કચેરીના સીટી એન્જિનિયર નો ચાર્જ કુંતેશભાઈ મહેતાને સોંપવામાં આવ્યો છે.

રાત્રે ઉલ્લેખનીય છે કે સીટી એન્જિનિયર એચ.યુ.ડોઢીયા 1990 માં કોર્પોરેશનમાં નોકરીમાં જોડાયા હતા. આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે તેઓએ નવ વર્ષ સુધી અલગ અલગ શાખામાં જવાબદારી નિભાવી હતી. જ્યારે વર્ષ 1999 થી 2018 સુધી નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવી હતી.આ દરમિયાન તેઓએ અનેકવિધ વિકાસલક્ષી કામગીરીમાં સિંહ

ફાળો આપ્યો હતો  વર્ષ 2018માં તેઓને સ્પેશિયલ સીટી એન્જિનિયર પસંદગી કરવામાં આવી હતી છેલ્લા પાંચ વર્ષથી તેઓ ખૂબ જ ખંતપૂર્વક આ કામગીરી નિભાવતા હતા.દરમિયાન પારિવારિક પ્રશ્નના કારણે તેઓએ થોડા સમય પહેલા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી અને 30મી નવેમ્બર સુધીમાં ફરજ મુકત કરવા માગણી કરી હતી. જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે આજે કોર્પોરેશનમાં તેઓની નોકરીની અંતિમ દિવસ છે.દરમિયાન વેસ્ટ ઝોન કચેરીના સીટી એન્જિનિયર તરીકેનો ચાર્જ હાલ કુંતેશ મહેતાને સોંપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.