રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં.૧, ૯, ૧૦માં ટાઉન પ્લાનીંગ સ્કીમના અનામત પ્લોટ ટી.પી.રોડમાં થયેલ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દૂર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાંના રહિશો દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વૈકલ્પિક જગ્યા આપવા રજૂઆત કરવા આવ્યા હતા.
ત્યારે પોલીસ દ્વારા તેમને રજૂઆત કરવા જતાં પૂર્વે જ બળજબરીપૂર્વક રવાના કરવામાં આવ્યા હતા. ડિમોલીશન કરવામાં આવતા વૈકલ્પીક જગ્યા આપવા ઉગ્ર વિરોધ કરાતા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવી રવાના કર્યા હતા. નાના બાળકો સાથે બહોળી સંખ્યામાં રહિશો ઉમટી પડ્યાં હતા અને યોગ્ય વૈકલ્પીક જગ્યા આપવા માંગ કરી હતી.