રહેવાસીઓ દ્વારા આ અંગે રજૂઆત કરાતા એનસીપીએ ખાત્રી આપી હતી કે બે દિવસમાં આ અંગે નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે લડાઈ છેડીશું
કચ્છના પાટનગર ભુજ શહેરમાં નગરપાલિકાની નિષ્ક્રીયતાના કારણે ભુજમાં પ્રાથમિક સુવિધાઓ રેગ્યુલર પાણીની હોય, ગટરની હોય કે રોડ-રસ્તાની હોય, દરેક પ્રશ્ને ભુજની પ્રજા ત્રસ્ત છે. સરકાર મોટી-મોટી જાહેરાતો કરે છે પણ પ્રજા અત્યારે મોંઘવારી, લોકડાઉન અને અત્યારે ગટરના પાણીથી ત્રસ્ત છે. પ્રજાના પ્રશ્નો સરકાર સુધી પહોંચડવા અને સરકાર તાનાશાહી વ્યવહાર કરે તો પ્રજાના પ્રશ્નો માટે સરકાર સામે લડી લેવા એનસીપી પાર્ટી કટ્ટીબધ્ધ છે. એનસીપી કચ્છ દ્વારા ભુજના વોર્ડ નં.૧ની મુલાકાત લીધી હતી, જયાં વરસાદ પછી દરેક શેરીઓમાં ગટરનું પાણી ફરી વળ્યા છે. લોકોના આંગણામાં એક ફૂટ પાણી ભરાયલા પડ્યા છે જેના થકી મોટા પ્રમાણમાં મચ્છરોનું સામ્રાજય છે. સ્થાનિક લોકોની રજૂઆત હતી કે ઘણી વખત રજૂઆત કરવા છતા પણ કોઇ પણ સત્તાધીસ કે નેતાઓ પાસે પ્રશ્નો સાંભળવાનો સમય નથી. ક્ચ્છ એનસીપીના હોદ્દેદારો એ સ્થાનિક રહેવાસીઓને ખાત્રી આપી હતી કે ૨ દિવસ માં ઉકેલ લાવવા આપણે નગરપાલિકા ને જણાવીએ છીએ અને જો ૨ દિવસમાં ઉકેલ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જઇ અને પ્રજા ના હિત માટે ની લડાઇ લડશે. આ લોકસંપર્ક કાર્યક્રમમાં કચ્છ એનસીપી વતી કચ્છ જીલ્લા પ્રમુખ નટુભા સતુભા રાઠોડ, કચ્છ જીલ્લા લઘુમતિ સેલ પ્રમુખ જુશબશા એમ શૈયદ, કચ્છ જીલ્લા મહિલા પ્રમુખ સોનલબેન જોશી, ભુજ શહેર પ્રમુખ ઇશ્વરભાઇ ગુસાઇ, ભુજ શહેર મહિલા પ્રમુખ શાયરાબેન શમા, ભુજ શહેર સહમંત્રી નાનજીભાઇ જોગી, ભુજ તાલુકા મહામંત્રી જૈતુનબેન સમા, મહિલા મિડિયા ઇન્ચાર્જ મુશ્કાનબેન સમા, ભુજ શહેર મહિલા સંગઠંનમંત્રી સોનલબેન મહેશ્વરી સાથે ગુજરાત પ્રદેશ શિક્ષણસેલ અધ્યક્ષ નયનભાઇ શુકલ, ગુજરાત પ્રદેશ લિગલસેલ ઉપ-પ્રમુખ હર્ષદભાઇ જરાદી, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી (કચ્છ-સૌરાષ્ટ્ર) હસણભાઇ સુમરા તથા હશનશા શૈયદ, મહમદ સમા, સદામ વાલેરા, રફીક માંજોઠી, ફૈજ ભટ્ટી સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા એવુ કચ્છ જીલ્લા મિડિયા ઇન્ચાર્જ રાજેશ સારસ્વતે જણાવ્યુ હતું.