છેલ્લા ત્રણ માસથી પીવાના પાણીની સમસ્યા: ૧૫ દિવસમાં સમસ્યા નહી ઉકેલાય તો ઉપવાસ આંદોલનની ચીમકી
હળવદના વોર્ડ નં.૬માં છેલ્લા ત્રણેક માસથી પીવાના પાણીની સમસ્યા વિકટ બનતા સ્થાનિકોએ નગરપાલીકા કચેરી ખાતે આવી લેખીત રજુઆત કરી હતી. આ બાબતે પાણીની સમસ્યા ૧પ દિવસમાં હલ કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારતા પાલીકા તંત્રમાં દોડધામ મચી હતી.
હળવદ શહેરના વોર્ડ નં.૬માં આવતા જુના હરિજનવાસ, રણેશી માતા મંદિર વાળી શેરી તથા બજરંગ મંદિર પાસેની શેરી તથા સાધુ સમાજની શેરી વિસ્તારમાં આશરે ૩ માસથી પીવાનું પાણી નહીં આવતા રહીશો દ્વારા અવારનવાર લેખીત તેમજ મૌખીત રજુઆત કરવા છતાં આજદિન સુધી આ ત્રણેય વિસ્તારના લોકોને સંતોષકારક જવાબ ન મળતા આખરે આ વિસ્તારના લોકો સમસ્યાથી ત્રસ્ત થઈ પાલીકાના વિરોધપક્ષના નેતાના અધ્યક્ષસ્થાને પાલીકામાં ધારદાર આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.
આ લેખિત રજુઆતમાં જણાવ્યા પ્રમાણે પાલીકા તંત્રને રજુઆત કરવા છતાંય પણ ભરઉનાળે પાણીની સમસ્યા હલ ન કરાતા રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે પાણી બાબતે ૧પ દિવસમાં પાલીકા તંત્ર દ્વારા પાણી નહીં આપવામાં આવે તો પાલીકા તંત્રને પાણી બતાવવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આ તકે પાલીકા વિરોધપક્ષના નેતા દિનેશભાઈ મકવાણા, એચ.ટી. પરમાર, દિપક એમ. પુરાણી, અનિલભાઈ પરમાર સહિતનાઓએ રજુઆત કરી પાણી આપવા માંગ કરી