મોરબીમાં મચ્છુ – ૨ સિંચાઈ યોજનાની મેજર અને માઇનોર કેનાલ સફાઈની મંજૂરી મળતા આજે સિંચાઈ વિભાગ દ્વારા આ કેનાલ પસાર થાય છે તેવા અવધ સોસાયટી વિસ્તારમાં કેનલનક સફાઈ કામગીરી શરૂ કરવા તૈયારી કરતા જ અવધ સોસાયટીના રહીશોએ બઘડાટી બોલાવી કેનાલ સફાઈ અટકાવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
જાણવા મળ્યા મુજબ મોરબી શહેરની વચ્ચેથી પસાર થતી નાની અને મોટી કેનાલ સાફI માટે સરકારે મંજૂરી આપતા સિંચાઈ વિભાગ દ્વારા પહેલા યદુનંદન સોસાયટીથી શરૂ થઈ ગોરખીજડિયા, અમરેલી સુધી ૭ કિમિ વિસ્તારમાં પથરાયેલ નાની કેનાલનું સફાઈ કામ અવધ સોસાયટીમાંથી શરૂ કર્યું હતું.
પરંતુ અવધ સોસાયટીમાં સિંચાઈ વિભાગનો કાફલો પહોંચતા જ સોસાયટીના રહેવાસીઓ એકઠા થઇ ગયા હતા અને ખુલ્લી કેનાલ બંધ કરી અહીં પાઇપલાઇન નાખવા મંગ કરી હતી ઉપરાન્ત જો સફાઈ કરવી જ હોય તો કેનાલ જ્યાંથી શરૂ થાય છે તેવી યદુનંદન સોસાયટીમાંથી પહેલા શરૂઆત કરો તેવી માંગ કરી સફાઈ કામગીરી અટકાવી હતી.
બીજી તરફ સોસાયટીના રહેવાસીઓના હંગામા બાદ સિંચાઈ વિભાગના અધિકારી સાટમિયાએ જણાવ્યું હતું કે સોસાયટીના રહીશોએ સરકારી કામગીરી અટકાવતા આ મામલે ઉચ્ચકક્ષાએ જાણ કરી છે અને પોલીસ વિભાગને પણ સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવા જાણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે મચ્છુ ૨ ની ખુલ્લી કેનાલનો કારણે અવધ સહિતની સોસાયટીઓમાં ગંદકી, મચ્છરનો ઉપદ્રવ અને બાળકો તેમજ અબોલ પશુઓ માટે આ કેનાલ જોખમી હોય સોસાયટી દ્વારા ખુલ્લી કેનાલને બદલે પાઇપ લાઈન નાખવા માંગ કરી હતી, જો કે મોરબી પાલિકા દ્વારા પણ ખુલી કેનાલનો બદલે પાઇપલાઇન કેનાલ શરૂ કરવા સિંચાઈ વિભાગનું ધ્યાન દોર્યું છે, આ સંજોગોમાં આજે હંગામો થતા સીચાઈ વિભાગને દોડધામ થઈ પડી હતી.