વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સુશાસનની ચાર વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો

વાલ્મિકી સમાજની વસ્તીવાળા બુથ નંબર ૮૫ અને ૮૬ ખોખરા વોર્ડ મણીનગરમાં પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીનો ભવ્ય સત્કાર અને આવકાર

33941547 1711620162265058 8666185959609466880 nપ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ સેવાવસ્તીમાં ઘરે ઘરે જઇને કેન્દ્ર સરકારની ૪૮ મહિના બદલાતા ભારતની ‘સાફ નિયત સહી વિકાસ’ની વિવિધ પ્રજાકલ્યાણની યોજનાઓની પત્રિકાની વહેંચણી કરી હતી અને ભાજપાનું સ્ટીકર દરેક ઘર પર ચોટાડ્યુ

ભાજપાના આ કાર્યકર્તાઓનો આવકાર એ લોકહદયના મનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેના માન-સન્માન અને વિશ્વાસનો આવકાર સ્પષ્ટ રીતે દેખાઇ આવતો હતો

આ બૂથ સંપર્ક અભિયાન અંતર્ગત મંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણમાં વાલ્મિકી સમાજના વિવિધ આગેવાનો સાથે ખાટલા પરિષદનું આયોજન કરવામાં આવ્યુ

મુઠ્ઠીભર લોકો દ્વારા પ્રેરિત આ મહાપંચાયત એ કોંગ્રેસની મહાપંચાયત છે. કોંગ્રેસ સમાજના વિવિધ વર્ગો વચ્ચે વેર-ઝેર ફેલાય તેવા કાર્યક્રમો આપી ભાગલાવાદી નીતિ અખત્યાર કરી રહી છે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સુશાસનની ચાર વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. વાલ્મિકી સમાજની વસ્તીવાળા બુથ નંબર ૮૫ અને ૮૬માં પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીનો રહીશોએ ભવ્ય સત્કાર કરી આવકાર આપ્યો હતો. રાષ્ટ્રવાદી વાતાવરણમાં દરેક વય જુથના લોકોએ ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ્’ ના નારાઓ સાથે આજની આ ઉજવણીમાં ભાગ લીધો હતો. ભાજપાની કેન્દ્ર સરકારની વિવિધા પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોચી છે. તેના લાભો છેવાડાના માનવી સુધી પહોચ્યા છે તેની પ્રતિતિ આજના આ બુથ સંપર્ક અભિયાનમાં થતી હતી. બુથના મતદારોએ ઠેર ઠેર ફૂલહાર દ્વારા તેમજ ગુલાબની પાંખડીઓ વરસાવીને પ્રદેશ પ્રમુખશ્રીને આવકાર્યા હતા. ભાજપાના આ કાર્યકર્તાઓનો આવકાર એ લોકહદયના મનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેના માન-સન્માન અને વિશ્વાસનો આવકાર સ્પષ્ટ રીતે દેખાઇ આવતો હતો.

33923590 1711621365598271 850386087040778240 nપ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ સેવાવસ્તીમાં ઘરે ઘરે જઇને કેન્દ્ર સરકારની ૪૮ મહિના બદલાતા ભારતની ‘સાફ નિયત સહી વિકાસ’ની વિવિધ પ્રજાકલ્યાણની યોજનાઓની પત્રિકાની વહેંચણી કરી હતી અને ભાજપાનું સ્ટીકર દરેક ઘર પર ચોટાડ્યુ હતું. રહીશોએ ‘મારું ઘર ભાજપાનું ઘર’ના ભાવ સાથે પ્રદેશ પ્રમુખશ્રી તેમજ ભાજપાના કાર્યકરોને આવકાર્યા હતા. આ બૂથ સંપર્ક અભિયાન અંતર્ગત મંદિર પરિસરમાં ધાર્મિક વાતાવરણમાં વાલ્મિકી સમાજના વિવિધ આગેવાનો સાથે ખાટલા પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું અને પ્રદેશ પ્રમુખશ્રીએ સમાજસેતૂના માધ્યમથી ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનને સ્પર્શતા પંચતીર્થોના જીર્ણોધ્ધાર માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલા નક્કર કાર્યોની માહિતી તેમજ વિકાસના નક્કર કાર્યોની માહિતી લોકો સુધી પહોચાડી હતી.

33766240 1711620258931715 2117606416674979840 nમીડિયાના મિત્રો સાથે વાતચિત કરતા પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, મુઠ્ઠીભર લોકો દ્વારા પ્રેરિત આ મહાપંચાયત એ કોંગ્રેસની મહાપંચાયત છે. કોંગ્રેસ સમાજના વિવિધ વર્ગો વચ્ચે વેર-ઝેર ફેલાય તેવા કાર્યક્રમો આપી ભાગલાવાદી નીતિ અખત્યાર કરી રહી છે. સમાજને ગેરમાર્ગે દોરવો એ કોંગ્રેસનો મૂળ હેતુ છે. વિવિધ સમાજો વચ્ચે વેર-ઝેર ફેલાવી શાંત સલામત ગુજરાતની શાંતિ ડહોળવાનો નિષ્ફળ પ્રયાસ કોંગ્રેસે ભૂતકાળમાં પણ કર્યો હતો પરંતુ ગુજરાતની શાણી-સમજુ પ્રજા કોંગ્રેસની આ ભાગલાવાદી નીતિઓને જાણી ચૂકી છે અને હવે જ્યારે આ મુઠ્ઠીભર તત્વોએ પાટીદાર સમાજની અગ્રણી સામાજીક સંસ્થાઓને ભાંડવાનું શરૂ કર્યુ છે તે પાટીદાર સમાજ ક્યારેય સાંખી નહી લે. કોંગ્રેસની આ નીતિઓ ક્યારેય બર આવવાની નથી.

આજના આ અભિયાનના શુભારંભમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને કર્ણાવતીના પ્રભારીશ્રી આઇ.કે.જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયા, કેબીનેટ મંત્રીશ્રી કૌશીકભાઇ પટેલ, પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડૉ. હર્ષદ પટેલ, શહેર પ્રમુખશ્રી જગદીશભાઇ પંચાલ, શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને ભાજપાના સંનિષ્ઠ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.