મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હોમટાઉન અને શિક્ષણનું હબ ગણાતા રાજકોટમાં છેલ્લા એક વર્ષથી કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિયુકિત થઈ ન હતી. પરંતુ ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી ડો.એમ.આર.સગારકાની નિમણુક કર્યા બાદ આજથી ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા જ શિક્ષણ જગતમાં રાહતની લાગણી ફેલાઈ છે. ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં કાયમી જિલ્લા શિક્ષણાધિકારી નિમવામાં નિષ્ફળ પુરવાર થયું હતું. રાજકોટ બોર્ડની પરીક્ષા પણ જિલ્લા શિક્ષણાધિકારી વિના યોજાઈ હતી. હાલમાં પણ ઘણા પ્રશ્ર્નો રાજકોટ જીલ્લામાં શિક્ષણ ક્ષેત્રે રહેલા છે જેમાં પરિક્ષામાં થતા છબરડા અને હાલમાં જ આરટીઆઈ અંતર્ગત વાલીઓને મુંઝવતા પ્રશ્ર્નો તેમજ સેમેસ્ટર પઘ્ધતિ સહિતના જુદા જુદા મુદ્દે સતાવાર નિર્ણય લઈ શકે તેવી વ્યકિત હાજર ન હોવાથી રાજકોટ શૈક્ષણિક અને વહિવટી કામગીરી ખોરંભે ચડી છે.
પરંતુ અંદાજીત એક વર્ષના લાંબાગાળા બાદ આખરે ડીઈઓની નિમણુક થઈ છે. આજથી ડો.એમ.આર.સગારકાએ ચાર્જ સંભાળ્યો છે અને અગાઉ જામનગર અને ગીર સોમનાથ જિલ્લાના ડીઈઓ તરીકે ફરજ બજાવી ચુકેલા રાજકોટ જીલ્લા ક્ષેત્રે શિક્ષણને લગતી સમસ્યાઓ દુર કરવાની છે. આગામી રાજકોટ જિલ્લા શિક્ષણાક્ષેત્રે શું નવા ફેરફાર આવે છે કે શિક્ષણમાં કેટલો વિકાસ થશે એ તો સમય જ બતાવશે