Abtak Media Google News
  • ફાયર એનઓસી, બીયુ પરમીશન સહિતના મુદ્ે મુખ્યમંત્રીને રજૂઆત

લોકસભા સામાન્ય ચૂંટણી બાદ પ્રથમ વખત રાજકોટના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી તથા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શહેર ભાજપ મહામંત્રી ડો.માધવ દવે સહિતનું પ્રતિનિધિ મંડળ આજે બપોરે રાજકોટના વિવિધ પ્રશ્ર્નો/રજુઆતો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની આ મુલાકાતમાં શહેરમાં બનેલ ટી.આર.પી.ગેમ ઝોનની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સુચના અન્વયે શહેરમાં આવેલ અલગ-અલગ કેટેગરીની મિલકતો જેમાં, શાળા-કોલેજ, હોસ્ટેલ, ટ્યુશન કલાસીસ, હોસ્પિટલો, જ્ઞાતિ/સમાજની વાડીઓ તેમજ જાહેર જનતા એકત્ર થતી હોય તેવી ખાનગી/જાહેર મિલકતમાં બિલ્ડીંગ મંજુર પ્લાન, બિલ્ડીંગ વપરાશ પરમીશન પ્રમાણપત્ર, ફાયર એન.ઓ.સી. વગેરેની ચકાસણી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવે છે. શહેરના સંબંધિત મિલકતધારકો તથા વેપારી એસોસિએશન્સ તરફથી અત્રે રજુઆતો મળી છે. જે અંગે ચર્ચા વિચારણા કરવા/માર્ગદર્શન મેળવવા, રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ પર અધિકારીની નિમણૂંક/ભરતી  કરવા તેમજ રાજકોટ શહેરમાં દુધસાગર રોડ, ડેરીલેન્ડ ક્વાર્ટર્સ આકાશદીપ સોસાયટી ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના આશરે 50 વર્ષ જુના ત્રણ માળીયા ક્વાર્ટર્સ આવેલ છે. જેના  696 જેટલા ક્વાર્ટર્સ સંપૂર્ણ ભયગ્રસ્ત અને જર્જરિત હાલતમાં હોઈ, જે ક્વાર્ટર્સ ખાલી કરવા સંબંધિત મિલકતધારકોને મહાપાલિકા દ્વારા વખતો વખત નોટીસ પાઠવવામાં આવેલ છે. મહાપાલિકા દ્વારા અવારનવાર પત્ર વ્યવહાર કરી, ગુજરાત હાઉસિંગ બોર્ડને પણ અવગત કરવામાં આવેલ છે. આ ક્વાર્ટર્સધારકો તરફથી રાજકોટ મહાનગરપાલિકાને અલગ-અલગ રજુઆતો મળેલ છે. આમ મહાપાલિકા લગત જુદા-જુદા પ્રશ્ર્નો તથા હાઉસિંગ બોર્ડને લગત પ્રશ્ર્નો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આ પ્રતિનિધિ મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનું વિચારી સીલીંગ પ્રક્રિયામાં વિસંગતતા નિવારો

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની સચોટ 10 મુદ્ાઓ સાથે રજૂઆત’

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આપેલા આવેદનમાં અલગ-અલગ 10 મુદ્ાઓ રજૂ કર્યા હતા. જેમાં નવી એસઓપી જાહેર કરી વિસંગતા દૂર કરવા માંગણી કરાય હતી. સરકારના નિયમ અનુસાર દરેક શાળા/સ્કુલ એ 2019 પછી ફાયર સેફટીના એનઓસી મેળવ્યું છે. પરંતુ 2023માં ને નવો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે કે જેની જાણ કોઈપણ ઓથોરીટીને સ્કુલોને કરવામાં આવેલ ન હોય કે તે સબંધેનું ગેઝેટ પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ ન હોય તેના કારણે સ્કુલો પાસે પર્યાપ્ત ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં પણ સીલીંગ કરવામાં આવેલ છે તો તે સબંધે નીતિવિષયક નિર્ણય તાત્કાલિક લેવો જરૂરી તથા ન્યાયી છે. સરકાર દ્વારા નિતીવિષયક નિર્ણય લઈ ઈમ્પેકટનો કાયદો અમલમાં આવેલ હોય, હાલ કાર્યરત હોય. પરંતુ તે અંગે લાગુ જે તે સ્કુલોએ ઈમ્પેકટ ફી ભરીને પ્લાન રજુ કરેલ હોય તે સબંધે તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવાયેલ ન હોય તેમ છતાં આવી સ્કુલોનું પણ અનઅધિકૃત રીતે સીલીંગ કરવામાં આવે છે. જે સ્કુલોએ ઈમ્પેકટ અનઅધિકૃત બાંધકામ

મંજુર કરાવેલ હોય તેમ છતાં આવી સ્કુલો સીલ કરવામાં આવે છે. ફાયર સેફટી સબંધે જે કાયદાકિય જોગવાઈ રહેલ છે તેમાં જે બિલ્ડીંગ 9 મીટર કે તેના કરતાં ઓછી ઉંચાઈ ધરાવતું હોય તો તેને સેલ્ફ ડેકલેરેશન આપવાનું હોય છે.

આમ સેલ્ફ ડેકલેરેશન આપેલ હોવા છતાં પણ આવી સ્કુલોને સીલ મારવામાં આવે છે. જે સીલીંગ પ્રક્રિયા અનઅધિકૃત રીતે હાથ ધરવામાં આવી રહેલ છે. સીલીંગ પ્રક્રિયા સબંધે કોઈ નોટીસ પાઠવવામાં આવતા નથી કે કોઈપણ પુરાવા ધ્યાને લેવામાં આવતા નથી. આમ પ્રિન્સીપલ ઓફ નેચરલ જસ્ટીઝનો ભંગ કરીને માત્ર કામગીરી બતાવવાના આશયથી જ અનઅધિકૃત રીતે સીલીંગ પ્રક્રિયા હાથ ધરેલ છે. જે શૈક્ષણિક સંસ્થાઓએ નવા બાંધકામની સબંધેની કામગીરી ચાલુ હોય જેથી બી.યુ.પી. મેળવવાનો પ્રશ્ર્ન જ અસ્થાને રહેતો હોય તેમ છતાં આવી શાળાઓ પણ સીલ કરવામાં આવે છે. જે શૈક્ષણિક સંસ્થાઓ પાસે ફાયર સેફટી માટેનું એસઓપી હોય તથા બીયુપી માટે અરજી કરેલ હોય તો આવી સંસ્થાઓને પણ સીલીંગ કરેલ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં જીડીસીઆર-2004માં આવેલ. મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ 2004 પહેલાંની હોવા છતાં તેમાં જીડીસીઆરની અમલવારી થયેલ નથી તેમ દર્શાવી સીલીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જે શૈક્ષણિક સંસ્થાઓ 30 વર્ષ કે તેના કરતા વધુ જુની સંસ્થાઓ હોય જે તે સમયે બીયુપી અમલમાં પણ ન હોય તેવી વર્ષો જુની સંસ્થાઓને પણ સીલ કરવામાં આવેલ છે. જે શૈક્ષણિક સંસ્થામાં હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ હોય તેઓએ અગાસી ઉપર વિદ્યાર્થીઓના કપડા સુકવવા માટે ફાયર પ્રફ રૂફ કરેલ હોય તેને પણ સીલ કરવામાં આવેલ છે.

આ રજુઆતને ધ્યાને લેવામાં આવે તો, ફાયર સેફ્ટીના મુદ્દે તથા બિલ્ડીંગ સબંધે નિયમ અનુસારની પરિસ્થિતિ હોવા છતાં યોગ્ય માર્ગદર્શિકા ન હોવાના કારણે માત્ર સીલીંગ પ્રક્રિયા કરવામાં આવી રહેલ હોય. પરંતુ આ સીલીંગ પ્રક્રિયા ખોલવા સબંધે કોઈ એસઓપી ન હોય તો તે અંગે તાત્કાલિક નિર્ણય લઈ ગુજરાત રાજ્યના લાખો વિદ્યાર્થીઓ/વાલીઓના હીતમાં એટલે કે પબ્લીક એટ લાર્જ ઈન્ટરેસ્ટ યોગ્ય નિર્ણય લઈ સમગ્ર સમાજમાં અને શિક્ષણ જગતમાં અરાજકતા ઉભી ન થાય તે અંગે નિર્ણય લઈ ઘટતું કરવા વિનંતી કરી છે.

સીલીંગ માટે યોગ્ય માર્ગદર્શીકા જાહેર કરો: જડતા છોડો, સમય આપો: કોંગ્રેસ

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયું આવેદન પત્ર

અગ્નિકાંડની ઘટના બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં આગ લાગે ત્યારે કુવો ખોદવાની માફક મનફાવે ત્યારે મન પડે ત્યારે સત્તાના જોરે પોલીસ અને વિજીલન્સના બંદોબસ્ત વચ્ચે શોપીંગ મોલ, કોમર્શીયલ સંકુલો, સ્કૂલો, દુકાનો જેવા અન્ય સ્થળોએ ધડાધડ સીલ મારી દેવામાં આવે છે. જે પગલે મિલ્કતધારકોને કોઈ પણ જાતનો સમય આપવામાં આવતો નથી. ક્યારેક તો સીલ મારી દે પરંતુ ડોક્યુમેન્ટ અંદર રહી જાય છે એવું પણ બનવા પામે છે. વેપારીઓને અને મિલ્કત ધારકોને પરેશાન કરવામાં આવે છે. સીલ લગાવેલા તેમાના કેટલાક ઈમ્પેકટ ફી અંતર્ગત સ્કીમ હેઠળ અરજીઓ કરી છે. જે અરજીઓ અંગે લાંબા સમયથી નિકાલ કર્યા વગર સીલ લગાવી દેવામાં આવે છે. દાદાગીરીથી સીલ લગાવી ધાક-ધમકી આપતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ફાયર સલામતીના કાયદાના

ઓઠા તળે અવ્યવહારૂ અને જડતાપૂર્વકનું વલણ અપનાવવામાં આવે છે. જે ગેરવ્યાજબી અને એક તરફી છે. સીલ મારતા પહેલા જે તે સ્કૂલ સંચાલકો કે બિલ્ડીંગના માલીકોને વેપાર ઉદ્યોગકારોને થતી હેરાનગતિ નિવારવા માટે રાજકોટ મહાનગરપાલીકા માર્ગદર્શીકા આપે અને નોટીસ આપી 30 દિવસમાં તમામ ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ સહિતના સલામતીના સાધનોની પૂર્તતા માટેનો સમય આપવો જોઇએ અને ત્યારબાદ પણ જો સલામતીના સાધનો ન વસાવે તો સીલ લગાવવું જોઇએ.

તેવી માંગણી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઇ રાજાણી ઉપરાંત ડો.હેમાંગભાઇ વસાવડા, હિતેશભાઇ વોરા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મેઘજીભાઇ રાઠોડ, ડી.પી. મકવાણા અને જસવંતસિંહ ભટ્ટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી.

તમામ નિયમોના પાલન માટે વેપારી આલમ તૈયાર: પ્રક્રિયા સરળ બનાવો

ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરની ખાતરી ખોટી હેરાનગતિ કે ગેરવર્તન નહીં કરાય

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી ફાયર એનઓસી તથા બીયુના કારણે જે સીલ મારવામાં આવ્યા છે તે તાત્કાલીક ખોલી આપવા અને સમગ્ર પ્રક્રિયાને સરળ કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આશરે 2000થી વધુ વેપાર-ઉદ્યોગકારો, શાળા સંચાલકો, બેન્કો, હોસ્પિટલો, હોટલો, ક્લાસીસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. રજૂઆતમાં જણાવ્યું હતું કે ફાયર એનઓસી અને બીયુ પરમીશનના કારણે વહિવટીતંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્યાએ સીલ મારી દેવામાં આવી રહ્યા છે. જેના કારણે વેપાર-ઉદ્યોગકારોને મુશ્કેલી પડે છે. 2ાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ

પાર્થભાઈ ગણાત્રા, માનદ મંત્રી નૌતમભાઈ બા2સીયા, ટ્રેઝ22 વિનોદભાઈ કાછડીયા તેમજ અલગ-અલગ સંસ્થાઓના આગેવાનો જેવા કે ડો.52સોતમભાઈ પીપળીયા, ડી.વી. મહેતા, ડો.લાલચંદા વગેરે મ્યુનિસિપલ કમિશ્નરને વિવિધ પ્રશ્ર્નોની ભારપૂર્વક રજુઆત ક2તા મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે 2ાજ્ય સ2કા2 તમામ મહાનગ2પાલિકાઓ સાથે ચર્ચા-વિમર્સ ક2ીને બે દિવસમાં એ.સો.પી. જાહે2 થઈ જશે. તેમજ શાળા સંચાલકોને ગુરૂવાર સુધીમાં શાળા ખોલવા ખાત્રી આપેલ છે. આ રજુઆતમાં ચેકિંગ દરમ્યાન કનડગત બાબતે ભારપૂર્વક 2જુઆત ક2તા કમિશ્નર દ્વારા ખાત્રી આપવામાં આવેલ છે કે કોઈપણ જાતનું ગે2વર્તન ક2વામાં નહી આવે તે બાબત ખાસ ધ્યાન રાખવામાં આવશે.

સાથોસાથ તમામ વેપા2-ઉદ્યોગકારોએ ફાય2 એનઓસી તેમજ તેને સંલગ્ન તમામ નિયમોનું પાલન કરવાની ખાત્રી આપેલ છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની આ 2જુઆત માત્ર પ્રક્રિયા સ2ળીક2ણ માટેની છે નહી કે કોઈ નિયમોમાં બાંધછોડ ક2વામાં નહીં આવે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.