ચૂંટણી પછી અમલવારી થાય તો તાયફા સમાન
કેન્દ્રની ભાજપ સરકારે ગઈકાલે સવર્ણોને દશ ટકા અનામત આપવાની વાત કરેલ તે પ્રદેશ મહિલા ભાજપના તેજાબી વકતા રેશ્મા પટેલે આવકારેલ પણ જો આ યોજનાનો અમલ ૨૦૧૯ની ચૂંટણી પછી થાય તો આ યોજના તાયફા સમાન જણાવેલ.
એક સમયે પાસના સર્વે સર્વા અને પાછળથી સમાજને અનામત અને આંદોલનમાં માર્યા ગયેલાની વિધવાઓને નોકરી અને આર્થિક સહાય સહિત બાબતો ધ્યાનમાં રાખી ભાજપમાં ભળેલા રેશ્મા પટેલે ગઈકાલે કેન્દ્રની ભાજપ સરકારે સવર્ણો લોકો દશ ટકા અનામત આપવાની વાત કરેલ તે સમગ્ર સવર્ણો સમાજ માટે ગૌરવની વાત છે અને આ યોજનાને આવકારદાયક છે.
રેશ્મા પટેલે સ્પષ્ટ કરતા જણાવેલ કે, સવર્ણોને દશ ટકા અનામત જાહેરાત જો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા તેનો લાભ સવર્ણો સમાજને મળવા લાગે તો આ યોજના આવકારદાયક છે અને સવર્ણો સમાજને મોટો ફાયદો છે પણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી આનો અમલ થાય તો આ યોજના તાયફા સમાન ગણાવતા રેશ્મા પટેલે જણાવેલ કે ૨૦૧૭માં પણ રાજયની ભાજપ સરકારે ઈ.બી.સી. અનામત આપેલ જે પાછળથી કોર્ટ મેટર થતા રાજય સરકારે પારોઠના પગલા ભરવા પડયા અને પાટીદાર સમુદાય સહિતના લોકોને આ યોજના લોલીપોપ સમાન લાગેલ ત્યારે ગઈકાલે જે કેન્દ્ર સરકારે દશ ટકા અનામત આપવાની વાત કરેલ તે ખરેખર લાભદાયક સમાન છે અને આવકારવાદાયક છે પણ સાથે સાથે ૨૦૧૯ની ચૂંટણી પછી અમલ અને પાછળથી લેટ મેટર થાય તો આ યોજના તાયફા સમાન સાબિત થાય અને સવર્ણો સમાજ ઉપર અવરી અસર પડે તેમ હોય જેથી કરીને ગઈકાલથી અનામતની જાહેરાતનો અમલ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા થાય તો પ્રજાને વિશ્વાસ આવે કે આ યોજના ખરેખર સાચી છે.
બાકી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી અમલ કરવાની વાત હોય તો દશ ટકા અનામતનો કોઈ અર્થ રહેતો નથી તેમ પ્રદેશ ભાજપના મહિલા અગ્રણી રેશ્મા પટેલે જણાવેલ હતું.