લડાયક મહિલા નેતા રેશ્મા પટેલે આજે એનસીપીની ઘડિયાળ ઉતારીને ફગાવી દીધી છે અને આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી લીધું છે. હવે તેઓ ગુજરાત વિધાનસભાની આગામી ચુઁટણીમાં પાટીદાર અનામત આંદોલન સમયના પોતાના જુના સાથી હાર્દિક પટેલ સામે મેદાનમાં ઉતરશે. આજે રેશ્મા પટેલે એનસીપીમાંથી વિધિવત રીતે રાજીનામું આપી ગુજરાતના ‘આપ’ ના પ્રભારી રાઘવ ચઢ્ઢાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો.
રેશમા પટેલ વિધિવત રીતે AAPમાં જોડાયા
રેશમા પટેલ અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને વિધિવત રીતે આપમાં જોડાયા હતા. અરવિંદ કેજરીવાલ દ્વારા ખેસ પહેરાવીને રેશમા પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તસ્વીરમાં રેશમા પટેલ અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ સંજય અને ઈસુદાન ગઢવી અને રાઘવજી ચડ્ડા જોવા મળી રહ્યા છે.
હાર્દિક અને રેશ્મા આમને-સામને
2017 વિધાનસભાની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનના બે મુખ્ય ચહેરા રહેલા હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ એક સાથે હતા પાંચ વર્ષ બાદ સમય બદલાય ગયો છે હવે હાર્દિક અને રેશ્મા સામ સામે આવી ગયા છે. વિધાનસભાની ચુંટણીમાં આ બન્ને યુવા નેતાઓ એકબીજાના હરિફ છે. ગુજરાત વિધાન સભાની ચુંટણી ટાંકણે જ એનસીપીમાં ભંગાણ પડી રહ્યા છે. કાંધલ જાડેજાએ પણ એનસીપી સાથે છેડો ફાડી નાંખ્યો છે. અને આ વખતે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે. બીજી તરફ આજે મહિલા નેતા રેશ્મા પટેલે પણ એનસીપીનો ખેસ ફગાવી દીધો છે. વિરમગામ બેઠક પર આ વખતે રોમાંચક જંગ જામશે.