સ્માર્ટફોન યૂઝર્સફોનમાં પાસવર્ડ કે પેટર્ન લોક કરીને ભૂલી જાય છે.અમે તમને એક સરળ રસ્તો બતાવી રહ્યાં છીએ જેથી તમારો ફોન પણ અનલોક થઈ જશે અને ડેટા પણ સુરક્ષિત રહેશે
સૌથી પહેલા તમારા મોબાઈલમાંથી મેમરી કાર્ડ નિકાળો.
હવે તે મેમરી કાર્ડને પીસી સાથે ક્નેક્ટ કરો, પીસીમાં અરોમા ફાઈલ મેનેજર ડાઉનલોર્ડ કરીને તેને મેમોરી કાર્ડમાં કોપી કરી લો.
હવે મેમરી કાર્ડ મોબાઈલમાં ફરીથી લગાવી દો.ત્યાર બાદ પાવર બટન અને વોલ્યુમ અપ બટન એકસાથે પ્રેસ કરો. જેથી તમારા ફોનમાં સ્ટોક રિક્વરી ઓપન થઈ જશે.
રિક્વરી મોડ ઓપન થયા બાદ ઉપર જવા માટે વોલ્યુમ + અને વોલ્યુમ – બટનનો ઉપયોગ કરો અને સિલેક્ટ કરવા માટે મીડલ બટનનો ઉપયોગ કરો.
અહી તમને કેટલાક ઓપ્શન મળશે જેમાં તમને install zip from SD card પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ એસડી કાર્ડથી અરોમા ફાઈલ મેનેજરને ઈન્સ્ટોલ કરી લો. ઈન્સ્ટોલ થયા બાદ રિક્વરી મોડ ઓપન થઈ જાશે.
ત્યાર બાદ તમે સેટિંગ પર જાઓ, ફરીથી નીચે સ્ક્રોલ કરો અને અહી તમને Automatic devices on start પર ક્લિક કરો અને ત્યાર બાદ બહાર આવો.
એકવાર ફરીથી install zip from SD card પર ક્લિક કરો એસડી કાર્ડથી અરોમાં ફાઈલ મેનેજરને ઈન્સ્ટોલ કરી દો.
ઈન્સ્ટોલ કર્યા બાદ અરોમાં ફાઈલ મેનેજર ઓપન થઈ જશે
ત્યાર બાદ ડેટા ફોલ્ડરમાં જાઓ ફરીથી સિસ્ટમ ફોલ્ડર પર ટેપ કરો. ત્યાર બાદ તમને gesture.key અથવા Password.key ને સર્ચ કરવાનું રહેશે.
સર્ચ કર્યાં બાદ તમને જે ઓપ્શન જોવા મળે તે ડિલીટ કરી દો. ત્યાર બાદ અરોમા ફાઈલ મેનેજરથી બહાર આવ્યા બાદ ફોનને રીબૂટ કરી દો.
રીબૂટ થયા બાદ તમારા ફોનમાંથી પાસવર્ડ અથવા પેટન લોક રીમૂવ થઈ જશે.
હવે તમે સેટિંગમાં જઈને ફરીથી પાસવર્ડ સેટ કરી શકો છો.