આઝાદી પૂર્વે દેશમાં પ્રવર્તતી સામાજીક અસમાનતા દૂર કરવા હંગામી ધોરણે દાખલ કરવામાં આવેલી અનામત પ્રથાની 10 વર્ષે સમીક્ષા કરવાની જોગવાઈ સામે તમામે મો એવો ઘુંઘટો તાણીને આ પ્રશ્ર્નને વધુને વધુ પડકારરૂપ બનાવી દીધો
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં આઝાદી બાદ સામાજીક અસમાનતાની ખાઈ પુરવા માટે આર્થિક-સામાજીક પછાત વર્ગને ખાસ વિકાસની તક આપવા માટે શરૂ કરવામાં આવેલી અનામત પ્રથાનું 10 વર્ષ પછી સમીક્ષા કરવાનું સુચન હોવા છતાં ક્યારેય અનામતની સમીક્ષા કરવામાં આવતી નથી અને અનામત મુદે શરૂ થયેલા રાજકારણને લઈ હવે અનામતને જે અમર્યાદિત કરી દેવા માટેની પરિસ્થિતિ ઉભી થઈ છે.
અનામતનો આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. બંધારણની વ્યવસ્થા અનામતની મર્યાદા 50 ટકાથી વધવી ન જોઈએ. હવે વિવિધ રાજ્યમાં પ્રવર્તી રહેલી અલગ અલગ પરિસ્થિતિમાં અનામતની લક્ષ્મણ રેખા વળોટવા માટે ચક્રોગતિમાન થઈ રહ્યાં છે. લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન થાય ત્યારે જ સીતાના હરણ જેવી કઠીન પરિસ્થિતિ ઉભી થાય છે. સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ મામલામાં મહારાષ્ટ્ર સરકારે અનામતની મર્યાદા વધારવાની હિમાયત કરી છે. અનામત મર્યાદા વધારવાની માગમાં બિહાર, ઝારખંડ, કર્ણાટક, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ પણ જોડાયું છે. 50 ટકાથી વધુ અનામતની પરિસ્થિતિ એ લક્ષ્મણ રેખા વળોટવા જેવી છે.
આ તમામ રાજ્યો મહારાષ્ટ્રની અનામત વધારવાની માગમાં જોડાયા છે. સામાજીક, આર્થિક પછાત વર્ગને અનામત આપવાની માગનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી કબીલ સીબ્બલ ઝારખંડ વધી રાજ્યોને અનામત વધારવાનો અધિકાર આપવાની દલીલ કરી રહ્યાં છે. ગુજરાત, રાજસ્થાન, બિહાર, ઓરિસ્સામાં જો આર્થિક પછાત લોકોને વધારાની અનામત આપવામાં આવતી હોય તો અન્ય રાજ્યોમાં કેમ નહીં. સોલીશીટર જનરલ તુષાર મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે 102ની જોગવાઈ મુજબ રાજ્ય સરકારને અનામતમાં બાંધછોડ કરવાના અધિકારની હિમાયત કરે છે. બિહાર અને રાજસ્થાન પણ અનામત વધારવાની માગ કરી રહ્યાં છે ત્યારે અનામતને અમર્યાદિત કરી દેવાની દિશામાં હવે જ્યારે રાજ્યો આગળ વધી રહ્યાં છે ત્યારે અનામત ખરા અર્થમાં અનામત રહેશે કે કેમ ? તેનો એક પ્રશ્ર્ન ઉભો થયો છે. રાજ્ય સરકારોને અનામત ક્વોટામાં વધારો કરવાની સત્તાનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો છે.
આઝાદીકાળની પરિસ્થિતિ અને સામાજીક અસમાનતાને દૂર કરવા દાખલ કરવામાં આવેલી અનામત પ્રથા હવે રાજકીય મુદો બની ગઈ છે. અત્યાર સુધી એકપણ વખત અનામતની સમીક્ષા કરવામાં આવી નથી. અનામતનો અમલ જ્યારે શરૂ થયો ત્યારે 10 વર્ષ પછી તેની સમીક્ષા કરી જરૂર ન હોય તો તેને રદ કરવાની હિમાયત હતી પરંતુ એક બાદ એક સરકારો આવી અને ગઈ પરંતુ અનામતનો આ મુદો ઉકેલવામાં દરેકે પોતાના મોઢા એટલું ઘુંઘટ તાણીને આ પેચીદા પ્રશ્ર્નને ઉકેલવા બદલે વધુને વધુ ગુચવવામાં કારણભૂત બન્યા હવે પરિસ્થિતિ એ છે કે અનામતનું પ્રમાણ 50 ટકાથી વધવા જઈ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચેલો આ મુદ્દો 1992ના ચુકાદાની સમીક્ષામાં 50 ટકાથી અનામત વધવી ન જોઈએ પરંતુ બિહાર, ઝારખંડ, કર્ણાટક, પંજાબ અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને આંધ્રપ્રદેશે અનામત ક્વોટા વધારવાની રાજ્ય સરકારોને અધિકાર આપવાની માંગ કરી છે.