તાકીદે કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસ અનુ.જાતિ વિભાગની પીડીયુ કોલેજમાં પ્રિન્સીપાલને રજૂઆત
પીડીયુ મેડીકલ કોલેજમાં લેબ ટેકનીશીય ટ્રેનિંગ કોર્ષના પ્રવેશમાં ઓપ્ન મેરીટમાં આવતા હોવા છતાં અનામત વર્ગનાં વિર્દ્યાીઓને રીઝર્વ સીટમાં ગણવામાં આવ્યા છે. આ મુદ્દે તાત્કાલીક કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસ અનુ.જાતિ વિભાગ દ્વારા પીડીયુ કોલેજનાં પ્રિન્સીપાલને રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવાયું કે પીડીયુ મેડીકલ કોલેજની એડમીશન પ્રક્રિયામાં મેરીટ લીસ્ટમાં એસી, એસટી, ઓબીસીને ઓપ્ન મેરીટમાં આવતા હોવા છતાં તેમને રીઝર્વ સીટમાં ગણી આપે સુપ્રિમ કોર્ટના જજમેન્ટની અવગણના કરેલ છે. અનામત કેટેગરીમાં આવતા વિર્દ્યાીઓને હાઈએસ્ટ મેરીટ હોય તો એમને ઓપ્ન કેટેગરીમાં ગણવા જોઈએ જે બાબતે સત્વરે ઘટતું કરવાની માંગ છે.
આ રજૂઆતમાં ગોવિંદભાઈ ચાવડા, સુરેશભાઈ બવાર, જયંતિભાઈ ગોહિલ, હરેશભાઈ પરમાર, કરશનભાઈ મુછડીયા, માવજીભાઈ રાખશીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.