- ઉંચો ફુગાવો અને ધીમી આર્થિક વૃઘ્ધીના પડકાર વચ્ચે પણ આરબીઆઇ દ્વારા વ્યાજદર યથાવત રાખ્યા
ફુગાવાનો ઉંચો દર અને ધીમી આર્થિક વૃઘ્ધી ના પડકાર વચ્ચે પણ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટ અને સીઆરઆરમાં કોઇ જ બદલાવ કરવામાં આવ્યો નથી. સતત 11મી વખત રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. હાઉસીંગ લોનના હપ્તામાં સામાન્ય નાગરીકોને કોઇ જ પ્રકારની રાહત આપવામાં આવી નથી.
ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી કમિટીની બેઠકના અંતિમ દિવસે આજે નાણાં નિતિ જાહેર કરવામાં આવી હતી.સતત અગિયારમી આરબીઆઇ દ્વારા વખત રેપો રેટનો દર 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે.છેલ્લા 20 મહિનાથી રેપો રેટમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં આરબીઆઇ મોનેટરી પોલિસી કમિટીની બેઠકનો આજે છેલ્લો દિવસ હતો. જેમાં નવી નાણાં નિતિ જાહેર કરાયા હતા.
મોનિટરી પોલિસી કમિટીની બેઠક 4 થી 6 ડિસેમ્બર વચ્ચે યોજાઈ હતી. બેઠકના છેલ્લા દિવસે 6 સભ્યોની સમિતિએ 4-2ની બહુમતી સાથે રેપો રેટમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો.સીઆરઆર પણ યથાવત રાખવામાં આવ્યા છે.
જે લોકો લોન સસ્તી થવાની અને ઈએમઆઇના બોજ ઘટાડવાની રાહ જોઈ રહ્યા હતા તેઓ ફરી એકવાર નિરાશ થયા છે. રિઝર્વ બેન્કે રેકોર્ડ 11મી વખત રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આરબીઆઇની મોનિટરી પોલિસી કમિટીએ ફરી એકવાર રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.
ઊંચો ફુગાવો હજુ પણ આરબીઆઇ માટે સૌથી મોટી ચિંતા છે.છતાં મોનિટરી પોલિસી કમિટીએ ફરી એકવાર રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડવા માટે વધુ રાહ જોવાની તરફેણમાં છે.આરબીઆઇની ડિસેમ્બર એમપીસી બેઠક 4 ડિસેમ્બરના રોજ શરૂ થઈ હતી અને આજે પૂરી થઈ હતી.
જે બાદ આરબીઆઈ ગવર્નરે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. તેમણે કહ્યું ક. એમપીસી 6માંથી 4 સભ્યો રેપો રેટને સ્થિર રાખવાના પક્ષમાં હતા.
આરબીઆઇનો આ નિર્ણય એવા લોકોને નિરાશ કરશે જેઓ લાંબા સમયથી લોન સસ્તી થવાની અને ઇએમઆઇ બોજ હળવો થવાની આશા રાખતા હતા. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીએ છેલ્લે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો. એટલે કે દોઢ વર્ષ ઉપરથી પોલિસી વ્યાજ દરમાં કોઈ ફેરફાર થયો નથી.