નહેના રસ્તે મોદી: આરબીઆઇને ‘સલાહકાર’ રહેવા શાનમાં સમજાવશે: પોતાનો પક્ષ
મજબુત કરવા ઇતિહાસ ફંફોળતી સરકાર
રિઝર્વ બેંક અને સરકાર વિવિધ મુદ્દે મતભેદોને લઇ એકબીજાથી મોઢું ફેરવી ચુકયા છે. ત્યારે આ પરિસ્થિતિને સુધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહેના રસ્તે ચાલવાનો નિર્ણય લેતા રિઝર્વ બેંકના ગર્વનર ઉર્જીત પટેલને જીવતદાન લેતા રિઝર્વ બેંકના ગર્વનર ઉર્જીત પટેલને જીવતદાન મળશે. સરકાર અને મઘ્યસ્થ બેંક વચ્ચે વ્યાજદરોથી લઇને નિયમોના ઘડતર સુધી વિવિધ મતભેદો ઉભરી આવ્યા છે. ત્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને તાત્કાલીક ગર્વનરસર બેનેગલ રામાં રાવ વચ્ચે ખટરાગ ઉભો થયો હતો. ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. ત્યારે વર્તમાન સ્થીતીને ઘ્યાનમાં લઇ મોદી સરકાર પોતાનો પણ મજબુત કરી શકે છે.
મોદી સરકાર પણ રિઝર્વ બેંક સાથેના ખટરાગમાં પોતાનો પક્ષ વધુ મજબુત બનાવવા માટે ઇતિહાસ ફંફોળી રહી છે તો બીજી તરફ આરબીઆઇના એકટ સેકશન ૭ અંતર્ગત ગર્વનર રાજીનામુ ઓપ તેવી પણ બાતમી સામે આવી હતી.
સરકારે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે આપણે કોઇપણ રીતે લોકહીત માટે કાર્ય કરવું જરુરી છે. એક તરફ સરકાર બેંકોને તરળતા વધારવાનું કહી રહી છે. તો બેંકોની નબળી કામગીરીને લઇ લોકો પરેશાન છે. ભુતકાળમાં સરકાર અને આરબીઆઇ વચ્ચેની કશ્મકશનનું ઉદાહરણ ૧૯૫૭ માં મળ્યું હતું. જેમાં આરબીઆઇના ચોથા ગર્વનર બેનેગલ રામા રાવે રાજીનામું આપવું પડયું હતું ત્યારે નહેરુએ કહ્યું હતું કે, રિઝર્વ બેંક એ પણ સરકારની કામગીરીનો પણ છે.