બીટકોઈન સહિતની ક્રિપ્ટઓકરન્સી મામલે સરકાર ઘણા સમયથી હરકતમા આવી ગઈ છે. ખાનગી ડિજિટલ કરન્સી ઉપર લગામ લગાવવાની તૈયારી સરકારની છે. ત્યારે રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને ડિજિટલ ચલણને લઈ ચિંતા સતાવી રહી છે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ કહ્યું છે કે, બિટકોઇન જેવા ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા સરકારની યોજનાથી ભવિષ્યમાં ક્રિપ્ટઓકરન્સી અર્થવ્યવસ્થામાં નાણાકીય સ્થિરતાને અસર કરશે તેવી ચિંતા છે.
આરબીઆઈએ સરકારને આ બાબત અંગે માહિતી આપી છે, નાણાકીય ઓથોરીટી દ્વારા ક્રિપ્ટોકરન્સીઝનો વિરોધ કરવામાં આવ્યો છે, સરકાર આ પ્રકારની સંપત્તિ ઉપર પ્રતિબંધ માટે કાયદાઓ તૈયાર કરવાની તૈયારી કરી રહી છે. દેશમાં કેન્દ્રિય બેંક દ્વારા જારી કરવામાં આવતી સત્તાવાર ડિજિટલ ચલણ માટે એક માળખું બનાવવામાં આવશે.
દાસે કહ્યું હતું કે, આરબીઆઈ ટૂંક સમયમાં ડિજિટલ ચલણ લોન્ચ કરશે આ બાબતે સમસ્યાઓ પર તંત્ર કામ કરી રહ્યું છે, જોકે હજી સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.
હજુ સુધી કરન્સી ક્યારે લોન્ચ થશે તેની વિગતો સાંપડી નથી. એપ્રિલ 2018 માં, સેન્ટ્રલ બેંકે નાણાકીય સંસ્થાઓને આદેશ આપ્યો કે તે વ્યક્તિઓ અથવા બિટકોઇન જેવા વર્ચુઅલ ચલણમાં વ્યવહાર કરતા વ્યવસાયો સાથેના તમામ સંબંધોને ત્રણ મહિનાની અંદર કાપી નાખે જોકે સુપ્રિમ કોર્ટે માર્ચ 2020માં આ નિર્ણય ફેરવ્યો હતો.