એટીએમ નેટવર્ક ધરાવતી સહકારી બેંકોને મોબાઈલ વોલેટના ઉપયોગ માટે મંજૂરી
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ સહકારી બેંકોને મોબાઈલ વોલેટના ઉપયોગ માટે છુટ આપી છે. આ માટે રિઝર્વ બેન્કે જારી કરેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સહકારી બેંકો ૧૦ હજારની મર્યાદાના મોબાઈલ વોલેટ ઈસ્યુ કરી શકશે. જેમાં એટીએમ નેટવર્ક ધરાવતી બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ોડા સમયી લોકો ડિઝીટલ નેટવર્કનો ઉપયોગ વધુ પ્રમાણ કરી રહ્યાં છે ત્યારે સહકારી બેંકોના ગ્રાહકોને પણ આ ફાયદો મળી રહે તે માટે પુરતુ ધ્યાન દેવામાં આવશે.
આ સો આરબીઆઈએ તમામ સહકારી બેંકો અને તેની શાખાઓને હિસાબો પારદર્શક રાખવા માટે પણ સુચના આપી છે અને તમામ રિપોર્ટ મુખ્ય શાખામાં સમયે મોકલવામાં આવે તેવું પણ જણાવ્યું છે.
અત્યાર સુધી સહકારી બેંકોમાં ડિઝીટલાઈઝેશનની અસર ઓછી જોવા મળતી હતી પરંતુ આરબીઆઈના આ નિર્ણયી હવે સહકારી બેંકોમાં ખાતા ધરાવતા લોકોને પણ ફાયદો મળી રહેશે અને એસબીઆઈની એસબીઆઈ બડી, પેઈઝ એપ સહિતની એપ્લીકેશોની જેમ સહકારી બેંકો પણ પોતાની મોબાઈલ વોલેટ એપ બનાવી શકશે જેનાી લોકોને પુરતો ફાયદો મળી રહેવાનો છે.
આરબીઆઈનો આ નિર્ણય સહકારી બેંકો માટે ખુબ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. કારણ કે, આ બેંકોના ગ્રાહકો ગ્રામ્ય વિસ્તારના વધારે હોય છે ત્યારે ડિઝીટલાઈઝેશનની પ્રક્રિયાના કારણે લોકોને પુરો ફાયદો મળી રહેશે. આરબીઆઈના આ નિર્ણય બાદ સહકારી બેંકો અન્ય રાષ્ટ્રીકૃત અને ખાનગી બેંકોની સો એક સરખી સેવા આપી શકશે.