તોફાની વધઘટ વચ્ચે ૨૦૦ પોઈન્ટનું ગાબડુ

શુક્રવારે થયેલા ઉત્તાર-ચઢાવ મુદ્દે સેબીએ મોટા સોદા અંગે સ્ટોક એકસચેન્જ પાસેથી વિગતો માંગી

છેલ્લા ટ્રેડીંગ સત્ર દરમિયાન શેરબજારમાં નરમાઈ જોવા મળી રહી છે. શુક્રવારે ૧૫૦૦ પોઈન્ટના ભારે ઉતાર-ચડાવ બાદ આજે પણ માર્કેટમાં બુલના સ્થાને બીયરનું પ્રભુત્વ જણાય રહ્યું છે. આજે શેરબજારમાં બ્લડબાથ રોકવા માટે આરબીઆઈ અને સેબી મેદાને ઉતરી છે. શુક્રવારની જેમ બજારમાં એકાએક કડાકો જોવા મળશે તો બન્ને સંસ્થા જરૂરી પગલા લેશે તેવું જાણવા મળે છે.

આ લખાય છે ત્યારે શ‚આતી કારોબારમાં ઘરેલુ બજાર નજર જોવા મળી રહી છે. નિફટી ૧૧૧૦૦ની નજીક આવી રહી છે જયારે સેન્સેકસમાં ૧૮૦ પોઈન્ટની નરમાશ જોવાઈ રહી છે. શ‚આતી કારોબારમાં બજારમાં ૩૦૦ પોઈન્ટનું ગાબડુ જણાયું હતું. પરંતુ તેજ ઉતાર-ચડાવના કારણે રોકાણકારો મુજાઈ ગયા છે. તોફાની વધઘટ ઉપર રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને સેબીની બાજ નજર છે.

સુત્રોના જણાવ્યા મુજબ આરબીઆઈ અને સિકયુરીટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ફાયનાન્સીયલ માર્કેટમાં છેલ્લા થોડા દિવસમાં થયેલા ઉતાર-ચડાવને બારીકાઈથી જોઈ રહી છે. શુક્રવારે સ્ટોક એકસચેન્જમાં થયેલા મોટા સોદા મામલે સેબીએ એકસચેન્જ પાસે વિગતવારની માહિતી પણ માગી છે. આજે માર્કેટમાં વોલીટીલીટી ઉપર નિયંત્રણ રહે તે માટે પગલા લેવાઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે.

અત્યારે મીડકેપ અને સ્મોલ કેપ શેરોમાં દબાણ દેખાઈ રહ્યું છે. બેન્કિંગ, ઓટો, ક્ધઝયુમર ડયુરેબલ્સ અને કેપીટલ ગુડસ શેરોમાં વેચવાલીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. બજાજ ફાયનાન્સ, હિરો મોટર્સ, બજાજ ફીન, અલ્ટ્રાટેક સીમેનેટ અને મા‚તિ સુઝુકી જેવા શેર ૫ ટકા સુધી તૂટી ચૂકયા છે. સ્મોલ કેપમાં વક્રાંગી, અરવિંદ સ્માર્ટ, મેગમાં ફલીનકોપ અને ગૃહ ફાયનાન્સ સહિતના શેર ૮.૫ ટકા સુધી લપસ્યા છે.

બીજી તરફ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમારે કહ્યું છે કે, બજારમાં ઉતાર ચડાવના પગલે એનબીએફસીના ફંડીંગમાં કોઈપણ જાતની ખામી રહેશે નહીં. જો કે, તેમણે તાજેતરમાં ડિફોલ્ટરની દહેશતે આઈએલ એન્ડ એફએસ ગ્રુપમાં થયેલા વિવાદ મુદ્દે કહ્યું છે કે, આ સમસ્યાનો હલ સરળતાથી આવી શકશે નહીં. બજારમાં અત્યારે લીકવીડીટીની કોઈ ખામી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.