ભારતમાં આરક્ષણ પઘ્ધતિ (રિઝર્વેશન સિસ્ટમ)-એક વિશ્ર્લેષક

તાજેતરમાં વર્ષોમાં ભારતમાં આરક્ષણના મુદાથી વધુ કંઈપણ વિવાદાસ્પદ રહ્યું નથી. સરકારની આરક્ષણ નીતિ એ સમાજના ઉપલા અને નીચલા વર્ગ વચ્ચે સામાજિક-આર્થિક ન્યાય અને સમાનતા લાવવા માટે તેમજ વર્ષો જુના ભેદભાવ અને શોષણની ભરપાઈ કરવા માટે રચાયેલ એક સાધન છે. ભારતમાં જાતિ પ્રથા અને આરક્ષણ પઘ્ધતિ સાથે ચાલે છે. ભારતનું જાતિ માળખું સ્તર આધારિત છે જેમાં સૌથી ઉપર બ્રાહ્મણ તે પછી ઉતરતા ક્રમમાં ક્ષત્રિય, વૈશ્ય અને સુદ્રનો સમાવેશ થાય છે. આ માળખામાં પાંચમી અને બધા વર્ણોમાં સૌથી નીચેની જાતિને નઅસ્પૃશ્યથ અથવા નઅનુસૂચિત જાતિથ (એસસી) તરીકે ઓળખવામાં આવે છે.

ગાંધીજીએ તેમને નહરિજનપ ભગવાનની પ્રજા કહ્યા હતા. હાલના સમયમાં તેઓને દલિત અથવા દબાયેલ વર્ગ તરીકે ગણાતા હોવાનો દાવો કરવામાં આવે છે. અમુક સેંકડો અને હજારોથી માંડીને ૨૦-૩૦ હજાર સુધીના મોટા જથ્થામાં દરેક જ્ઞાતિ, પેટા-જ્ઞાતિની શકિતમાં ફેરફાર થાય છે. અમુક જ્ઞાતિઓ, પેટા-જ્ઞાતિઓ કોઈ ચોકકસ વિસ્તારમાં રહે છે.

જયારે અન્ય ભારતભરમાં ફેલાયેલ છે. આંકડાકીય દ્રષ્ટિકોણથી, ૧૯૯૧ની વસ્તી ગણતરી અનુસાર, ઉચ્ચ જ્ઞાતિઓ (બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્ય) કુલ વસ્તીના ૧૭.૬ ટકા હતા. અનુસુચિત જનજાતિ (એસટી) અને અનુસુચિત જાતિ (એસસી) કુલ વસ્તીનો અનુક્રમે ૮.૮ ટકા અને ૧૬.૪૮ ટકા હિસ્સો ધરાવે છે. જયારે એસ.સી.ની વસ્તી ૧૩.૮૨ કરોડ હતી ત્યારે એસ.ટી.માત્ર ૬.૭૮ કરોડ હતા.

ભારતમાં ૧૮૭૪ની શરૂઆતમાં સરકારી નોકરીઓમાં આરક્ષણ આપવાની શરૂઆત થઈ હતી. જેમાં સૌથી પહેલી વખત અગાઉના વખતના મૈસુરના રાજવી સ્ટેટમાં મુખ્ય પ્રયાસો બાદ મૈસુરના રાજકુમારે પોલીસ વિભાગમાં નીચલી અને મધ્યમ સ્તરની પોસ્ટસ બ્રાહ્મણો માટે ૨૦ ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો હતો. બાકીની ૮૦ ટકા બિન-બ્રાહ્મણો, મુસ્લિમો અને ભારતીય-ખ્રિસ્તીઓ માટે હતી.

નોકરી ક્ષેત્રે બ્રાહ્મણોની સર્વોપરિતા ઘટાડવાનો આ એક અનન્ય પ્રયાસ હતો. ઓગસ્ટ ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા અને સ્વતંત્રતા પહેલાના અવિભાજિત ભારતના ભાગલા થયા બાદ પાકિસ્તાનની રચના પછી વસ્તુઓ તદન અલગ થઈ ગઈ. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. જેણે સાંપ્રદાયિક પ્રતિનિધિત્વને નાબુદ કરી દીધું જેમાં એસ.સી, એસ.ટી અને પછીથી ઓબીસીને માન્યતા મળી હતી.

૧૯૯૧માં પી.વી.નરસિંહ રાવની સરકારે ઓબીસી આરક્ષણ નીતિમાં આ મુજબ બે ફેરફાર કર્યા હતા. પ્રથમ ઓબીસી આરક્ષણ કવોટામાં, ગરીબ વર્ગના ઉમેદવારોને પસંદગી આપવામાં આવતી હતી. બીજુ જાહેર સેવાઓ પૈકી ૧૦ ટકાને આર્થિક રીતે પછાત વિભાગના લોકો માટે અનામત રાખવામાં આવશે કે જેમને અન્ય કોઈ અનામત યોજના દ્વારા આવરી લેવામાં આવેલ નથી.

આમ, સરકારી નોકરીઓ માટે અનામત કવોટા વધારીને ૫૯.૫ ટકા કરવામાં આવ્યું. તાજેતરમાં કર્ણાટક સરકારે રિઝર્વેશન કવોટાને ૮૫% સુધી વધારવાની ઘોષણા કરેલ જે નિર્ણયને અદાલતોમાં પડકારવામાં આવ્યો છે. કમનસીબે, જોબ-રિઝર્વેકશનની ઘોષણાથી ભારતીય ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને સંતોષ થયો ન હતો. જેમણે પોતાને માટે વધુ જોબ આરક્ષણની માંગ કરી હતી. જોકે આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો હતો. ઈન્દ્ર સવેનેવ્સ કેસ (૧૯૯૨)માં સુપ્રીમ કોર્ટના નવ ન્યાયાધીશની બેંચે ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો.તેના મહત્વના મુદાઓ નીચે જણાવવામાં આવ્યા છે.

૧.નરસિંહ રાવ સરકાર દ્વારા પ્રસ્તાવિત આર્થિક માપદંડો પર આધારીત ૧૦ ટકા આરક્ષણ અટકી ગયું હતું.

૨.ઓબીસી/એસઈબીસી (સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો) માટે ૨૭% સમર્થન આપવામાં આવ્યું.

૩.તમામ રિઝર્વેશન (એસસી/એસટી અને ઓબીસી) માટે કોઈ પણ વર્ષમાં ગ્રેડ, કેડર અથવા સેવામાં ૫૦ ટકા કરતા વધી શકશે નહીં.

૪.સામાજિક પછાતતાને બંધારણના આર્ટ ૧૬ (૪)માં માન્યતા મળી.૫.પછાતતાની ઓળખ એ ન્યાયિક ચકાસણીને આધીન છે.

પછાત વર્ગો માટે નોકરીમાં અનામત કવોટા માટેની પ્રથમ ભરતી ૧૯૯૪માં કરવામાં આવી હતી. પરંતુ વિવાદ હજુ પણ ચાલી રહ્યો છે. તમિલનાડુની એ.આઈ.એ.ડી.એમ.કે. સરકારે ૫૦%ની મર્યાદા સામે ૬૯ ટકા અનામતની માંગ કરી હતી જેને સુપ્રીમ કોર્ટ દ્વારા ન કેવળ ઈન્દ્ર સોહને કેસ પણ અજિતસિંહ અને પ્રીતિ શ્રીવાસ્તેના કેસમાં પણ પુષ્ટિ મળી હતી. ભારત સરકારે અંતે ઓ.ટી.તમિલનાડુની માંગણીઓને આદર આપ્યો અને જેથી કરીને ઓગસ્ટ ૧૯૯૪માં ૭૬મો બંધારણ સુધારણા કાયદો અસિતત્વમાં આવ્યો. આ કાયદા એ ન કેવળ રીઝર્વેશન કવોટાને ૬૯% સુધી માન્યતા આપી (સુપ્રીમ કોર્ટ દ્વારા નકકી કરાયેલ ૫૦% અનામતની નિયત મર્યાદા ઉપરાંત) પરંતુ તેને ન્યાયિક ચકાસણીથી બચાવવા બંધારણની નવમી સુચિ (એન્ટ્રી ૨૩૭એ)માં તમિલનાડુ ૬૯ ટકા રિઝર્વેશન એકટને સામેલ કર્યો.

સુચિ લાંબી કરવા માટે ઉંદર-દૌડ હજુ પણ ચાલુ છે. તાજેતરમાં જ ભારત સરકારે ઓબીસી લાભાર્થી સુચિમાં કેટલીક જાતિઓનો સમાવેશ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.