છત્તીસગઢમાં આદિવાસી સમાજ માટે 32 ટકા અનામતની જોગવાઈ :સુધારા બિલ પ્રસ્તાવને કેબિનેટે આપી મંજૂરી
આર્થિક રીતે નબળા વર્ગને નોકરી અને શિક્ષણમાં 10% અનામત આપવા માટે કેન્દ્ર સરકારના નિર્ણય સામે સુપ્રીમમાં સુનાવણી થયા બાફ સુપ્રીમે આ નિર્ણયને યથાવત રાખ્યો હતો પરંતુ સુપ્રીમે બાંધરણની વિવિધ કલમો તેમજ અનામત લાગુ કરવા પાછળની નીતિ તેમજ સમય મર્યાદાનો ઉલ્લેખ કર્યો હતો. આઝાદ ભારતમાં એક વર્ગ ખૂબ જ ઉજળીયાત હતો જ્યારે એક વર્ગ તમામ મુદ્દે પછાત હોવાથી બંધારણના ઘડવૈયા ડો. બી. આર. આંબેડકરએ અનામતની જોગવાઈ બંધારણમાં કરી હતી. જેની સાથે બાબાસાહેબે સ્પષ્ટ કહ્યું હતું કે, સમાજના તમામ વર્ગો એકરસ થાય તેના માટે બંધારણમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે, જે ફક્ત દસ વર્ષ માટે મર્યાદિત છે. પરંતુ આઝાદીના સાત દાયકા બાદ પણ અનામત અમલમાં હોવાથી સમાજના વિવિધ વર્ગો વચ્ચે અનામતને લઈ ખેચતાણ ઉભી થવા લાગી છે.
સમય જતા અનામતને રદ કરવાની જવાબદારી શાસક અને રાજકીય પક્ષોની હતી પરંતુ રાજકીય પક્ષોની અસમજણને લીધે અનામત સાત દાયકા સુધી અમલમાં રહ્યું જેના લીધે ખરા અર્થમાં જરૂરિયાતવાળાની જગ્યાએ અનામતનો લાભ બિનજરૂરિયાત વર્ગો લઈ જતા હોય તેવું અનેક વર્ગોને લાગી આવ્યું જેના લીધે પાટીદાર અનામત આંદોલન જેવા હિંસક આંદોલનો ફાટી નીકળ્યા હતા.ખરા અર્થમાં અનામતની જરૂરિયાત હોય તેવા વર્ગને અનામત આપવા માટે વર્ષ 2019 માં સરકાર દ્વારા ઈડબ્લ્યુએસ ક્વોટા અમલમાં મુકવાની જાહેરાત કરવામાં આવી પરંતુ તેમાં પણ 50%ની મર્યાદાનું કોકડું ગૂંચવાય જતા સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે ઇડબલ્યુએસ ને 50% નું બાંધણું નડતર નથી તેવો ચુકાદો આપતા હવે ખરા અર્થમાં જરૂરિયાત ધરાવતા હોય તેવા વર્ગોને શૈક્ષણિક સંસ્થાનો તેમજ સરકારી નોકરીઓમાં 10% અનામત આપવાનો સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે પરંતુ હવે આ ચુકાદા બાદ અનામતની મર્યાદા કૂદકે ને ભુસ્કે વધી રહી છે. છત્તીસગઢ સરકારે અનામતની મર્યાદા વધારીને 76% કરી દેતા દેશભરમાં ચર્ચા જાગી છે.
છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સરકારની કેબિનેટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત સુધારા બિલ 2022ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એવી ધારણા છે કે 1-2 ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાના વિશેષ સત્રમાં તેને રજૂ કરવામાં આવશે. વિધાનસભામાંથી મંજૂરી મળ્યા બાદ રાજ્યમાં અનામતની નવી વ્યવસ્થા પુન:સ્થાપિત કરવામાં આવશે.
આ બિલમાં આદિવાસી સમાજ માટે 32 ટકા, અનુસૂચિત જાતિ માટે 13 ટકા, અન્ય પછાત વર્ગો માટે 27 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 4 ટકા અનામતની જોગવાઈ છે.જોકે બંધારણીય નિષ્ણાતો માની રહ્યા છે કે વિધાનસભામાંથી મંજૂરી મળ્યા બાદ પણ અનામતનો આ મામલો કોર્ટમાં પહોંચશે. આવી સ્થિતિમાં રાજ્યમાં ફરી અનામતનો મામલો લટકે તેવી શક્યતા છે.નોંધપાત્ર રીતે છત્તીસગઢ દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં જાહેર સેવાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતના નિયમો અને રોસ્ટર છેલ્લા બે મહિનાથી લાગુ નથી.રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલા સમગ્ર દેશમાં સૌથી વધુ 82 ટકા અનામત પ્રણાલી લાગુ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ તેના અમલ પહેલા જ છત્તીસગઢ હાઈકોર્ટે આ સિસ્ટમ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.આ પછી આ વર્ષે 19 સપ્ટેમ્બરના રોજ, છત્તીસગઢ હાઈકોર્ટ દ્વારા પણ જૂની અનામત પ્રણાલીને ‘ગેરબંધારણીય’ ગણાવીને રદ કરવામાં આવી હતી.
આ અનામત વ્યવસ્થામાં અનુસૂચિત જનજાતિ માટે 32 ટકા, અનુસૂચિત જાતિ માટે 12 ટકા અને અન્ય પછાત વર્ગો માટે 14 ટકા અનામતની જોગવાઈ હતી. પરંતુ રાજ્યમાં આ અનામત પ્રથા રદ થવાને કારણે હજારો ભરતી અને પ્રવેશ પરીક્ષાઓને અસર થઈ છે. આ અંગે ગત સપ્ટેમ્બર મહિનાથી રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.
એસટી માટે 32, એસસીને 13, ઓબીસી 27 ટકા અને ઇડબ્લ્યુએસ માટે 4 ટકા અનામતની જોગવાઈ
છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ સરકારની કેબિનેટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત સુધારા બિલ 2022ના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એવી ધારણા છે કે 1-2 ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાના વિશેષ સત્રમાં તેને રજૂ કરવામાં આવશે. વિધાનસભામાંથી મંજૂરી મળ્યા બાદ રાજ્યમાં અનામતની નવી વ્યવસ્થા પુન:સ્થાપિત કરવામાં આવશે.આ બિલમાં આદિવાસી સમાજ માટે 32 ટકા, અનુસૂચિત જાતિ માટે 13 ટકા, અન્ય પછાત વર્ગો માટે 27 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 4 ટકા અનામતની જોગવાઈ છે.
ફરીવાર અનામતનો મામલો કોર્ટના દ્વારે પહોંચે તેવા એંધાણ
બંધારણીય નિષ્ણાતો માની રહ્યા છે કે વિધાનસભામાંથી મંજૂરી મળ્યા બાદ પણ અનામતનો આ મામલો કોર્ટમાં પહોંચશે. આવી સ્થિતિમાં રાજ્યમાં ફરી અનામતનો મામલો લટકે તેવી શક્યતા છે.નોંધપાત્ર રીતે છત્તીસગઢ દેશનું એકમાત્ર રાજ્ય છે, જ્યાં જાહેર સેવાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતના નિયમો અને રોસ્ટર છેલ્લા બે મહિનાથી લાગુ નથી.