ડેમના અધિકારીઓ પાણી છોડવામાં બેદરકાર રહેતા પાંચ ગામોનાં પાકને નુકશાન
કુનડ ગામના ગ્રામજનોની માંગણી છે કે વરસાદી માહોલ હોય તે વખતે ઉંડ-૨ ડેમમાંથી પાણી છોડવાથી નીચેનાં વિસ્તાર જેવા કે કુનડ, આણંદા, ભાદરા બાદનપર, તથા જોડીયા નીચેનાં પાંચ ગામને પારાવાર નુકશાનીથી બચાવવા માટે સરકારે ઉંડ ૨ ડેમનાં અધિકારીઓને એલર્ટ રહેવા અને પાણીને કંટ્રોલ કરી વરસાદને ધ્યાને લઈ નીચેના ગામોનાં ખેડુતોને નુકશાની સહન ન કરવી પડે તે માટેની વ્યવસ્થા કરવા માટે ગ્રામજનોની માંગણી છે.
જેથી અમારી જીવાદોરી સમાન ખેતીના પાકોને અમો બચાવી શકીએ અને કાંઠાના વિસ્તારોમાં એકી સાથે પાણી છોડવાથી પાક નિષ્ફળ જાય છે. અને જમીનનુ ખૂબજ ધોવાણ થાય છે.તેની નુકશાની ખેતીમાંથી કમાઈને કોઈ દિવસ જમીન આબાદ બની શકે નહી તો ઉંડ ૨ ઉપરનાં અધિકારીઓને બેદરકારી બાબતે ઘટતુ કરવા માંગણી છે.