ગ્રામજનો અને વિદ્યાર્થીઓ એ બસ રોકી વિરોધ વ્યકત કર્યો
લીંબડી થી રાજકોટ જતી એસ.ટી.બસ ચોકડી થઇને ચાલે છે. ત્યારે બસનો સમય તંત્ર દ્વારા અણઘડ નિર્ણયો કરીને મોડો કરી દેવાતા ગ્રામજનો અને વિર્દ્યાીઓ ભારે પરેશાની ભોગવતા હતા. જિલ્લાના ગામડાઓમાં જતી એસ.ટી.બસોનો છાશવારે સરકારી કાર્યક્રમો માટે ભોગ લેવાતો હોવાની રાવ ઉઠી છે. હજુ બે દીવસ પહેલા ભારદ ગામના વિર્દ્યાીઓને બસ ઉપર બેસીને જોખમી મુસાફરી કરે તેવી ઘટના સામે આવી હતી. ત્યારે ચોકડી ગામમાં ગ્રામજનો અને વિર્દ્યાીઓએ બસને રોકી હતી. ચોકડી ગામે લીંબડીી ચોટીલા ઇને રાજકોટ જતી બસ પહેલા સવારે ૬-૪૫ કલાકે આવતી હતી. જેમાં વિર્દ્યાીઓને શાળા, કોલેજ જવામાં અનુકૂળતા પડતી હતી. પરંતુ તંત્ર દ્વારા બસનો સમય ૭-૩૦ અને ત્યારબાદ ૮-૪૫ કરી દેવાતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આી રવિવારે સવારે ચોકડીમાં બસ આવતા તેને રોકી લોકોએ વીરોધ વ્યકત કર્યો હતો. જોકે, ડેપો મેનેજરે મધ્યસ્ી કરતા બસને આગળ જવા દેવાઈ હતી. જયારે ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીના જણાવ્યા મુજબ બસોનો સમય અને રૂટનો ફેરફાર રાજકોટ ડીવીઝની કરવામાં આવે છે. તેમ છતાં શકય હશે તો માંગણીઓ કરવામાં આવી છે તેને સંતોષવાનો પ્રયત્ન કરીશુ.
ચોકડીમાં વર્ષોી લીંબડી રાજકોટ રૂટની બસ આવે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી સરકારી કાર્યક્રમો માટે અવારનવાર બસ બંધ કરીને ફાળવી દેવાય છે. રાજકોટ જવા માટેની એકમાત્ર બસ હોવાી વિર્દ્યાીઓ અને ખાસ કરીને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમ સરપંચ ગંભીરસિંહ બારડએ જણાવ્યું હતું