સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડની પાછળનાં ભાગે રહેતા રહીશોએ પાણીની સમસ્યા અંગે ફરિયાદ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી રહીશોએ રજૂઆતમાં જણાવ્યું કે બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે. આ વિસ્તારની માત્ર ૫૦ ફૂટના અંતરે પાણીની મુખ્ય પાઈપલાઈન આવેલી છે. છતા આ વિસ્તારને તે પાઈપલાઈન મારફત પાણી આપવામાં આવતું નથી.

આ અંગે અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આ વિસ્તારમાં ઘણી વખત ટેન્કર વડે પાણી આપવામાં આવે છે.પરંતુ આ પાણી લાગતા વળગતા લોકો દાદાગીરી કરી પચાવી પાડે છે. ત્યારે આ મામલે તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.