આમ તો એક ખગોળીય ઘટના છે જે સદીઓથી બનતી આવે છે પરંતુ લાખો વર્ષ પહેલા પૃથ્વી પર રહેતા ડાયનાસોરનું નિકંદન પૃથ્વી સાથે લઘુગ્રહ ટકરાવાથી થયું હતું એવી થિયેરી પછી લઘુગ્રહ અંગેના સંશોધન અને ભ્રમણમાં સામાન્ય માનવીઓનો પણ રસ વધ્યો છે.લઘુગ્રહ કોઇ મોટા ગ્રહની જ ચટ્ટાન હોય છે જે સોલારને ભ્રમણ કરે છે. સોલાર સિસ્ટમમાં વધારે સંખ્યામાં લઘુગ્રહ મંગળ,ગુરુ અને જુપીટરના ભ્રમણ કક્ષાવાળા બેલ્ટમાં જોવા મળે છે.એવું માનવામાં આવે છે કે ૪.૫ અબજ વર્ષ પહેલા સોલાર સિસ્ટમનો ઉદ્ભવ થયો ત્યારે ગેસ અને ધૂળથી બનેલા વાદળો ગ્રહના સ્વરુપમાં આવી શકયા ન હતા.ત્યાર પછી સમય જતાં ચટ્ટાનોમાં પરીવર્તિત થઇ હતી.
આગામી સદીમાં પૃથ્વી ઉપર 22 જેટલા લઘુગ્રહો ટકરાય તેવી દહેશત છે. સ્પેસમાંથી એકત્ર કરેલા ડેટાનું પૃથક્કરણ કરીને આ વિગતો સામે આવતા સંશોધકો ધંધે લાગ્યા છે.
આવનારા ૧૦૦ વર્ષમાં ૨૨ જેટલા એસ્ટરોઇડસ છે જે પૃથ્વીને ટકરાઇ શકે તેવી શકયતા ધરાવે છે.૧૭ ઓકટોબરના રોજ ૨૦૨૦ટીકે૩ નામનો એસ્ટરોઇડ પૃથ્વી નજીકથી પસાર થશે તેવું નાસાનું કહેવું છે. જોકે, આ લઘુગ્રહનું અંતર પૃથ્વીથી ચંદ્રમાં જેટલું હશે. લુનાર ડિસ્ટન્સ આમ તો સ્પેસમાં વધારે ના ગણાય તેમ છતાં પૃથ્વીને નુકસાન થવાની કોઇ જ શકયતા નથી. આ લઘુગ્રહની લંબાઇ માત્ર ૧૧ મીટર જેટલી છે આથી માનો કે ટકરાય તો પણ વાયુમંડળમાં ઘર્ષણ ઉર્જાથી બળીને ખાખ થઇ જશે.