સૌ.યુનિ. અને ભારતીય શિક્ષણ મંડળના સંયુકત ઉપક્રમે યોજાશે રિસર્ચ પેપર સ્પર્ધા વિદ્યાર્થીઓને રીસર્ચ તરફ વળવા માટે કુલપતિ ડો.ભીમાણી દ્વારા એક નવીનતમ પ્રયોગ
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 માં વિદ્યાર્થીઓ સંશોધનકાર્ય તરફ વળે તેવી ભલામણ કરવામાં આવી છે ત્યારે તેના અમલીકરણ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ એક અગ્રેસર કદમ ભર્યું છે. સ્વાધિનતા સંગ્રામના હિરો તેવા સુભાષચંદ્ર બોઝ વિશે ઇતિહાસમાં સંશોધન અને લેખન કાર્ય ખુબ ઓછું થયું છે .
આઝાદીના આ અદના વ્યક્તિત્વ વિશે આજની યુવા પેઢી સુવિદિત બને અને તેના જીવન સાથેના સંશોધન કાર્યમાં જોડાય તેવા ઉમદા હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને ભારતીય શિક્ષણ મંડળના સયુંકત તત્વાધાનમાં આગામી સમયમાં સુભાષ – સ્વરાજ – સરકાર ” શીર્ષક હેઠળ એક વિશાલ રીસર્ચ પેપર કોમ્પિટિશનનું સમગ્ર સૌરાષ્ટ્રમાં આયોજન કરવામાં આવી રહ્યું છે . તા .07 ઓગસ્ટને રવિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે સુભાષ – સ્વરાજ – સરકાર રીસર્ચ પેપર ના પોસ્ટર વિમોચન કાર્યક્રમ યોજાયો જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર પ્રો . ગીરીશ ભીમાણી ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન મંત્રી મુકુલજી કાનીટકર , પશ્ચિમ પ્રાંતના પાલક અધિકારી દિપજી કોઈરાલા , સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષની સુરેશ નહાટા , ભૂ.વીસી મહેન્દ્ર પાડલીયા ઉપરાંત બહોળી સંખ્યામાં પ્રોફેસર્સ અને રીસર્ચ સ્કોલર્સ હાજર રહ્યા હતા .
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર પ્રો . ગીરીશ ભીમાણીએ સામે આઝાદી સંગ્રામના મહાન સુત્રધાર એવા સુભાષચંદ્ર બોઝ વિશે શોધ અને લેખન કાર્યમાં જોડવા આહ્વાન કર્યું હતું . આ ઉપરાંત આ તમામ રીસર્ચ પેપરને યોગ્ય જર્નલ પ્લેટફોર્મ પૂરું પડાશે . આધુનિક ભારતના સ્વપ્નદ્રસ્ટ અને યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીના શિક્ષાના સ્વપન્નને સાકાર કરવા હાકલ કરી હતી . ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને જાણીતા શિક્ષણવિદી મુકુલજી કાનીટકરએ યુવાને સંબોધતા આઝાદીના 75 વર્ષમાં શિક્ષણને સાચા અર્થમાં મુક્ત કરવામાં માટેના આ બોદ્ધિક તપસ કાર્યમાં જોડવા માટે યુવાનોને આહ્વાન કર્યું હતું . સૌરાષ્ટ્ર યુનિવર્સીટી વાઈસ ચાન્સેલરશ્રી પ્રો . ગીરીશ ભીમાણી સહિરના આ નવતર પ્રોયોગ બદલ શિક્ષણવિદ્દ અને યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.