ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને મળી યુજીસીની 12ઇની માન્યતા

અબતક,રાજકોટ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટસ્ કમિશન (યુ.જી.સી.) તરફથી 12ઇ ની માન્યતા પ્રદાન કરવામાં આવી છે. યુનિવર્સિટીના  કુલપતિ  હર્ષદભાઈ શાહના નેતૃત્વમાં આ સિદ્ધિ હાંસલ થઈ છે, તેમ સૌ સ્ટાફે એકી અવાજે જણાવ્યું હતું.આ અંગે કુલપતિ  હર્ષદભાઈ શાહે જણાવ્યું હતું કે આજે આપણા માટે આ એક આનંદનો અવસર છે. યુનિવર્સિટીના સર્વ સ્ટાફના પરિશ્રમ અને સહયોગથી આ સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ. યુનિવર્સિટીને વધુ ઊંચાઈ પર લઈ જવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું.જ્યારે કુલસચિવ ડો. અશોક પ્રજાપતિએ સ્ટાફને સંબોધતાં જણાવ્યું હતું કે, યુ.જી.સી. તરફથી જે 12ઇ ની માન્યતા મળી છે તે બદલ તેમનો ધન્યવાદ છે.

યુનિવર્સિટીના કુલપતિના માર્ગદર્શન અને તેમની જહેમતના કારણે જ આ સફળતા મળી છે. આ સફળતાની યાત્રામાં તેમણે સૌ સહયોગી, એડમિન સ્ટાફ સહિત સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, વર્ષ ર007 પછી રાજ્યમાં સ્થપાયેલી  સ્ટેટ યુનિવર્સિટીઓમાંથી જો કોઈ યુનિવર્સિટીને 12ઇ ની માન્યતા મળી હોય તો તે માત્ર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે. આગામી સમયમાં યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના હવે રિસર્ચ સહિતની પ્રવૃત્તિને વેગ મળશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.12ઇ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં કુલસચિવ ડો. અશોક પ્રજાપતિ સાથે પ્રો. બી.ડી. ઢીલાએ પણ ઉમદા સહયોગ આપ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.