ટંકારમાં આજે મેઘતાંડવ થવાથી સમગ્ર ટંકારા પંથક બેટમાં ફેરવાયો હતો અને ટંકારામાં કેડ સમા પાણી વચ્ચે પોલીસ અને મામલતદાર તેમજ ટંકારા સામાજિક કાર્યકર ની ટીમના સભ્યો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 42 લોકોને બચાવાયા હતા.
ટંકારામાં આજે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ બતાવીને આખા ટંકારા પંથકને ધમરોળી નાખ્યો હતો.જેથી સમગ્ર ટંકારા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો અને ટંકારાના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. ઉપરાંત કલ્યાણપર રોડ પર આવેલા વોકળાના કાંઠે 42 સભ્યો ધરાવતો કાંગશીયા પરિવાર ફસાયો હતો. જેના માટે પોલીસ અને મામલતદાર તેમજ મોરબી અપડેટની ટંકારાની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. કેડ સમાં પાણી વચ્ચે 42 લોકોને બચાવાયા હતા. બાદમાં આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમના માટે ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી
આ તકે પ્રાંત અનિલ કુમાર ગૌસ્વામી મામલતદાર પંડયા પિ એસ આઈ લલિતાબેન બગડા ખેતી વાડી અધિકારી ગજેરા સહિત ના દોડી સ્થાનિક તરવૈયા અને આગેવાનો ની મદદ થી 42 લોકો ને હેમખેમ બહાર કાઢી લિધા છે
કોગેસના ભુપત ગોધાણી, કલ્યાણપર સરપંચ વાધરિયા સુરેશભાઈ સવસાણી હેમંત ચાવડા મુનાભાઈ તરવૈયા ભારે જહેમત ઉઠાવી હતી