‘અબતક’ના અહેવાલને પગલે મ્યુ. તંત્ર સફાળુ જાગ્યું ને વ્યવસ્થા ગોઠવી
બોટ સાથે રેસ્કયુ ટીમ કાયમ ખડે પગે રહે તે જરૂરી
દ્વારકાના ગોમતી ઘાટે તાજેતરમાં એક યાત્રિક પવિત્ર સ્નાન કરતી વેળાએ ડુબી જવાની ઘટનામાં તંત્રની બેદરકારી છતી થતા પાલીકા તંત્ર તાબડતોબ બોટ સાથે તરવૈયાની ટીમ તૈનાત કરી છે.
આ ઘટના અંગે ‘અબતક’ અખબારી અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો જેની પાલિકા તંત્રે નોંધ લઈ રેસ્કયુ ટીમ ગોઠવી છે.દ્વારકાના ગોમતી ઘાટે તાજેતરમાં એક યાત્રિકના ડૂબી જવાથી મોતથી મ્યુ. બેદરકારી છતી થતા તંત્ર જાગ્યું હતું અને ગોમતીઘાટે બોટ સાથેની રેસ્કયુ ટીમ ગોઠવી દેવાઈ છે. કાયમી ધોરણે આ વ્યવસ્થા રહે તેવી લોક માંગણી છે.
યાત્રાધામ દ્વારકામાં નાતાલની રજા અને ૨૦૨૦ની સાલના છેલ્લા દિવસોમાં યાત્રિકો તેમજ પર્યટકો દ્વારકાધીશના દર્શને આવતા હોય છે અને પવિત્ર ગોમતી નદિમાં સ્નાન જરૂર કરતા હોય છે ત્યારે ત્રણ દિવસ પહેલા એક અજાણ્ય યાત્રિક પુરૂષ પવિત્ર ગોમતી નદીમાં તણાય અને મુંત્યું પામ્યો હતો. રેસ્કયું ટીમ અને બોટ ન હોવાના અહેવાલો વર્તમાન પત્રોમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉંધમા રહેલ પાલિકા તંત્ર દોડતું થયુ છે અને ગોમતી ધાટે રેસ્કયું ટીમ અને બોટ તૈનાત કરી દેવામાં આવી છે. દ્વારકાના ન્યું વેપારી એસોએસીયની ગોમતી કાઠે અવાર નવાર ડુબવાથી યાત્રિકો મોતને ભેટે છે રેસ્કયુંટીમ અને બોટ કાયમી ધોરણે ગોમતી ધાટે તૌનાત રાખવાની માંગણી પાલીકા તંત્રને લાંબા સમયથી કરવા છતા નગર પાલિકા તંત્રના અવળ ચંડાઇના કારણે માંગણી સ્વીકારાઈ ન હતી. વર્તમાન પત્રના અહેવાલ બાદ નિંભર તંત્રએ રેસ્ક્યું ટીમ અને બોટ ગોમતી ધાટે તૈનાત તો કરાય પરંતું કેટલા સમય પુરતી તૌનાત કરાયા છે.